ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લોઢવા ગામે શેરડીના પાકમાં લાગી આગ: 6 વીઘાનો શેરડી બળીને ખાખ

12:26 PM Dec 11, 2025 IST | Bhumika
Advertisement

સુત્રાપાડાના લોઢવા ગામે આજે બપોરે શેરડીના પાકમાં અચાનક લાગી હતી આગથી ભારે નુકસાન સર્જાયું હતું. લોઢવા ગુરુકુળની સ્કૂલના પાછળના ભાગે આવેલા પટેલ વાવના પા વિસ્તાર પાસે પરબતભાઈ હમીરભાઈ વાળા ના ખેતરમાં આ ઘટના બની હતી.

Advertisement

માહિતી મુજબ, ખેતરમાં આવેલ PGVCL ના વીજ થાંભલા પરના જમ્પરમાં શોર્ટ સર્કિટ થતા બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગ ભભૂકી ઉઠી. આગ ઝડપથી ફેલાઈ જતા લગભગ 6 વીઘા શેરડીનો વાડ બળી ખાખ થયો હતો. ખેડૂતને અંદાજે સાત લાખ રૂૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળે છે.

ગામના સરપંચ હીરાભાઈ વાઢેરે PGVCL પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા હતા. લાઇન મેન્ટેનન્સમાં ગંભીર ઉદાસીનતાના કારણે આ આ ઘટના બની હોવાનો સરપંચનો આરોપ છે. આગથી થયેલા ભારે નુકસાન માટે પીડિત ખેડૂતને વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે. આગ ની જાણ ઙૠટઈક ને કરતા પીજીવીસીએલના અધિકારી હરપાલસિંહ જાદવ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા રોજ કામ કરી અને ઘટતું કરવા ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું.

Tags :
gujaratgujarat news​​Lodhwa village
Advertisement
Next Article
Advertisement