ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરતમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ, 18 લોકો ફસાયા

12:17 PM Apr 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

સુરતના પોષ ગણાતા વેસુ વિસ્તારમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવાસ સ્થાન નજીક જ આવેલી એક રહેણાક બિલ્ડિંગમાં આગ ભભુકી ઉઠતા 18 લોકો ફસાયા હોવાના અહેવાલો મળે છે. આગની ઘટનાના પગલે ખુદ ગૃહમંત્રી પણ સ્થળ પર દોડી ગયા હતા અને બચાવ રાહત કામગીરીમાં જોડાયા હતા ફાયર બ્રિગેડની 10 જેટલી ટીમો આગ ઉપર કાબુ મેળવવા અને બચાવ કામગીરીમાં કામે લાગી છે. તાજેતરમાં ટેક્સટાઈલ માર્કેટમાં ભયાનક આગ લાગ્યા બાદ હવે સુરતના વેસુ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વેસુ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી રહે છે તે જ સોસાયટીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા છે.સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી એન્કલેવના સાતમાં માળે લાગી આગ હતી. સાતમાં માળ પર આગ લાગતા જ ફ્લેટના ત્રણ માળ આગની ચપેટમાં આવ્યા હતા. ભીષણ આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

Advertisement

પ્રાપ્તથતી વિગત અનુસાર આગમાં 18 લોકો ફસાયા છે. જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 10 જેટલી ટીમઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ બિલ્ડીંગ નવી જ બનાવવામાં આવી હતી. જેના કારણે નવી ઘરની અંદર નવા ફર્નિચર કરવાના કારણે આગે વિકરાળ સ્વરુપ ધારણ કરવામાં આવ્યું છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની સોસાયટીમાં આગ લાગતા મેયર, કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ હજી આગ ક્યાં કારણોસર લાગી હતી તે અકબંધ છે. સદનસીબે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિની થઈ ન હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ વારંવાર સુરતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

Tags :
firegujaratgujarat newssuratsurat news
Advertisement
Advertisement