For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થાનગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ

03:58 PM Mar 06, 2025 IST | Bhumika
થાનગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ

ગુજરાતમાં તાજેતરમાં વિકરાળ આગ લાગવાના ત્રણથી ચાર બનાવ બન્યા છે જેમાં કરોડોનું નુકશાન થયું છે. આજે થાનગઢમાં ટેકાના ભાવે ખરીદી કરી ગોડાઉનમાં રાખેલી મગફળીમાં ભીષણ આગ લાગી હતી. આ વિકરાળ આગમાં 50 હજાર કિલો મગફળી બળીને રાખ થઇ જતા લાખોનું નુકશાન થયું છે. આગના લબકારા કાબુમાં લેવા ફાયર વિભાગની ગાડીઓ દોડાવવામાં આવી હતી.

Advertisement

વિકરાળ આગ પર કાબૂ મેળવવા થાનગઢ અને ચોટીલાની ફાયરબ્રિગેડની ટીમ દ્વારા જેસીબી સહિતનાં સાધનો વડે ગોડાઉનની દીવાલ અને બે શટર તોડી યુદ્વના ધોરણે કામકાજ કરવામાં આવી હતી. બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ આગની ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં બનાવના સ્થળે દોડી આવ્યાં હતાં. સવારનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતાં દુર્ઘટના ટળી છે. મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે થાનગઢના નાયબ કલેક્ટર હરેશભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ વેરહાઉસના ગોડાઉનમાં કે જે ભાડાના મકાનમાં આવેલું છે, જેમાં મગફળીની ખરીદી કરી અને 25,000 બેગ રાખવામાં આવેલી હતી. એ કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, હાલ આગને કાબુમાં લઇ લેવાઇ ગઇ છે. બીજો કોઈ અન્ય કપાસનો જથ્થો કે અન્ય જણસી પડી છે, એમાં કોઈ નુકસાન થયુ નથી. પરંતુ મગફળીના સ્ટોકમાં કેટલાક કટ્ટા બળી ગયેલા માલુમ પડે છે.

Advertisement

ઘટના બાબતે તંત્ર પર આકરા પ્રહાર કરતા સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના જિલ્લા સંયોજક રાજુ કરપાડાએ જણાવ્યું હતું કે, થાનગઢમાં ફરી એક વખત મગફળી કૌભાંડનું ભૂત ધુણ્યું છે, ત્યારે આ આગ લાગી કે લગાડવામાં આવી ?? એ યક્ષ પ્રશ્ન છે. વારંવાર મગફળીના ગોડાઉન જ કેમ સળગે છે? નીચી ગુણવત્તાવાળી મગફળી ખરીદી ભૂતકાળમાં માટી અને ઢેફા મગફળીની જગ્યાએ ઘુસાડી કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેના પુરાવાનો નાશ કરવા માટે જૂનાગઢમાં મગફળીના ગોડાઉનો સળગાવવામાં આવ્યા હતા.!

Advertisement
Tags :
Advertisement
Advertisement