ખંભાળિયા નજીક ફર્નિચરની દુકાનમાં આગ લાગતા દોડધામ
11:28 AM Nov 18, 2025 IST
|
admin
Advertisement
ખંભાળિયા - જામનગર માર્ગ પર પડાણા ગામના પાટીયા પાસે આવેલી શિવ શક્તિ ફર્નિચર નામની દુકાનમાં આગ લાગી અંગેની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સુચના મુજબ વાયર સ્ટાફના જવાનોએ તાકીદે ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી જઈને આશરે પાંચેક કલાકની લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
Advertisement
આગ બુઝાવવાની આ કામગીરીમાં જામનગર કોર્પોરેશન, જામનગર ફાયર વિભાગ અને નજીકની નયારા અને રિલાયન્સ કંપનીની ફાયર વિભાગની ટીમ દ્વારા પણ જરૂૂરી કામગીરી કરવામાં આવી હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હાલ જાહેર થયું નથી.
Next Article
Advertisement