For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રાંગધ્રાની જીનિંગ મીલમાં આગ ભભૂકી, 1200 મણ કપાસ બળી ગયો

12:51 PM Dec 04, 2025 IST | Bhumika
ધ્રાંગધ્રાની જીનિંગ મીલમાં આગ ભભૂકી  1200 મણ કપાસ બળી ગયો

ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર સોલડી ગામ નજીક આવે રામકૃષ્ણ સ્પિનિંગ મિલમાં શોર્ટસર્કિટને લઈને અચાનક આગ લાગી હતી. ધ્રાંગધ્રા નગરપાલિકાના ફાયર ટીમને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. અને સદનસીબે કોઈ જાનહાની થતા ટળી હતી. અંદાજે 1200 મણ કપાસ સહિતનો અન્ય સામાન બળીને ખાક થઈ ગયો હતો.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર સોલડી ગામ નજીક આવેલી રામકૃષ્ણ સ્પિનિંગ મીલમાં કપાસના ગોડાઉનમાં શોર્ટસર્કિટના કારણોસર આગ લાગી હતી. આથી જિનમાં કામ કરતાં મજૂર વર્કર અને ઓફિસ સ્ટાફ સહિત આગ ઉપર કાબૂ મેળવવા માટેનાં પ્રયાસ હાથ ધર્યા હતા. જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકા ફાયરને જાણ કરાતા ફાયર સ્ટાફની 3 ગાડી ઘટના સ્થળે પહોંચી 2-4 કલાક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. કપાસના જિનમાં કપાસમાં આગ લાગતા મોટુ નુક્સાન જવાનો અંદાજ છે. ધ્રાંગધ્રા નગરપાલિકાના ફાયર તેમજ મજૂર વર્કરના તેમજ ઓફિસ સ્ટાફના પ્રયાસોથી આગ ઉપર ચાર કલાકે કાબૂ મેળવવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement