For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રોલિયા ગામના પાટિયા પાસે કેમિકલની ફેક્ટરીમાં આગ

05:37 PM Jul 28, 2025 IST | Bhumika
ધ્રોલિયા ગામના પાટિયા પાસે કેમિકલની ફેક્ટરીમાં આગ
Oplus_16908288

ટંકારા નજીક મિતાણા-નેકનામ રોડ પર આવેલા ધ્રોલીયા ગામના પાટીયા પાસે કેમીકલ ફેટકરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવના પગલે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્ય હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. આગની જાણ થતા રાજકોટની ફાયરબ્રિગેડની બે ટીમો દોડી ગઇ હતી અને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ મિતાણા-નેકનામ રોડ પર ધ્રોલીયા ગામના પાટીયા પાસે આવેલી આરાધ્યા ઇન્ડસ્ટ્રીઝ નામની કેમીકલ ફેકટરીમાં આજે સવારે 9 વાગ્યાના અરસામાં સોર્ટસકિર્ર્ટથી આગ ભભૂકી ઉઠી હતી. જોકે ફેકટરીમાં કામ કરતા શ્રમિકો સમયસૂચતા વાપરી તાત્કાલીક બહાર નીકળી ગયા હતા. કેમીકેલની ફેકટરી હોવાથી જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા આસપાસના વિસ્તાર વાસીઓમા ભયનો માહોલ ફેલાયો હતો. આગ લાગવા અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા રાજકોટ ફાયર સ્ટેશની બે ફાયર ફાઇટર સાથે ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયતનો હાથ ધર્યા હતા. આ અંગે ફેટકરી માલિક અશોકભાઇ કાનાણી સાથે વાત કરતા તેમણે જણાવેલુ કે, સવારે 9 વાગ્યા અરસામા ફેટકરીના પેકિંગ વિભાગમાં સોર્ટસકિર્ર્ટ થતા આગ લાગી હતી અને કેમીકલ હોવાના કારણે આગ સમગ્ર ફેકટરીમાં ફેલાઇ જતા આખી ફેકટરી બળીને ખાખ થઇ જતા કરોડોનુ નુકસાન થયાનું જણાવ્યું હતુ. જોકે, સદનસીબે આગમાં કોઇ જાન હાની થવા પામી ન હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement