For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયાના ધમધમતા વિસ્તારમાં આગનું છમકલું

11:21 AM Jan 25, 2025 IST | Bhumika
ખંભાળિયાના ધમધમતા વિસ્તારમાં આગનું છમકલું

ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા જોધપુર ગેઈટ વિસ્તારમાં શુક્રવારે સવારે આશરે 10:30 વાગ્યે એક ખુલ્લા વાળામાં રહેલા કચરાના ઢગલામાં આગ લાગી હતી. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર સ્ટાફના જવાનોએ ફાયર ફાઈટર સાથે દોડી જઈને પાણીનો મારો ચલાવી, આગ પર કાબુ મેળવ્યો હતો. આગનું કોઈ ચોક્કસ કારણ જાહેર થયું નથી. ત્યારે ધમધમતા એવા જોધપુર ગેટ વિસ્તારમાં લાગેલી આગથી થોડો સમય દોડધામ મચી જવા પામી હતી. આ બનાવમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. (તસવીર : કુંજન રાડિયા)

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement