વાંકાનેર વૃજ રેસીડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં આગ
12:03 PM May 13, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
ઘરવખરી બળીને ખાક, સદનસીબે જાનહાનિ ટળી
આજરોજ તા.13ની સવારે દિવાનપરા સ્થીત વૃજ રેસીડેન્સીના પાંચમા માળે આગ લાગતા ફેલેટ ધારકોમાં અફરા તફરી મચી ગઇ હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે વૃજ રેસીડેન્સીમાં પાંચમાં માળે રહેતા લેબોરેટરી ટેકનીસીયલ ચેતનભાઇ માંડાણીના ફેલેટમાં સોટસર્કીટના કારણે આગ ફાટી નીકળતા અફરા તફરી મચી ગઇ હતી. આ આગની પાડોસમાં રહેતા શ્યામભાઇ કોટક રાકેશભાઇ ડી ઝાલા તથા તમામ ફેલેટ ધારકો અકત્રીત થઇ ફાયર સેફટીની મદદથી આગ પર કાબુ મેળવવામાં સફળ રહ્યા હતા. આ આગના કારણે ઘરની તમામ ઘરવખરી બળી ભસ્મીભૂત થઇ જતા લાખોની નુકસાની થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
Next Article
Advertisement