For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાવડી ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં 3 કારખાનામાં આગ ભભૂકી : 50 લાખથી વધુનું નુકસાન

04:55 PM Feb 29, 2024 IST | Bhumika
વાવડી ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં 3 કારખાનામાં આગ ભભૂકી   50 લાખથી વધુનું નુકસાન
  • હોમ ડેકોર અને ફર્નિચરના કારખાનામાં આગ લાગ્યા બાદ બાજુમાં આવેલા બંને કારખાના પણ ઝપટે ચડયા : 11 ફાયર ફાઈટરોએ છ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો

શહેરને ભાગાળે 150 ફુટ રીંગ રોડ પર આવેલા વાવડી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આજે વહેલી સવારે ત્રણ કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં શહેરના અલગ અલગ ફાયર સ્ટેશનેથી 11 જેટલા ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે દોડી જઈ 6 કલાક જેટલો સમય પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં 50 લાખથી વધુનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. પ્રથમ હોમ ડેકોર અને ફર્નિચરના કારખાનામાં આગ લાગ્યા બાદ બાજુમાં આવેલા બન્ને કારખાના આગની ઝપેટમાં આવી ગયા હતાં.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ વાવડી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા કાલીન્દ્રી ક્રીએશન નામના હોમ ડેકોર અને ફર્નિચર બનાવતાં કારખાનામાં આજે વહેલી સવારે સાડા છ વાગ્યાના અરસામાં એકાએક આગ ભભુકી ઉઠી હતી. કારખાનાની ઉપર આવેલી ઓરડીમાં રહેતા મજુરોને આગની જાણ થતાં તેમણે માલિક તથા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી મુખ્ય ફાયર સ્ટેશન કનક રોડ, કોઠારીયા રોડ, મવડી રોડ સહિતના ફાયર સ્ટેશનેથી કુલ 11 ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતાં. આગ જોત જોતામાં વિકરાળ બની જતાં બાજુમાં આવેલા સ્લેક્ષ ટેકનોલોજી અને રાજકોટ ડાઈંગ એન્ડ ક્રિકસર નામના બન્ને કારખાના પણ આગની ઝપટેમાં આવી ગયા હતાં. ફાયરબ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતાં. અંદાજે સાડા છ કલાકની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આગ સોટસકીર્ટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. આગના કારણે કાલીન્દ્રી ક્રિએશન નામના કારખાનામાં લોખંડના ઈન્ટીરીયલ પ્રોડકટ

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement