For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં ખાનગી હોસ્પિટલમાં આગ, 20 બાળકોને બચાવાયા

02:02 PM Dec 03, 2025 IST | Bhumika
ભાવનગરમાં ખાનગી હોસ્પિટલમાં આગ  20 બાળકોને બચાવાયા

અમૂક અંદર ફસાયા હોવાની શંકા, ફાયરબ્રિગેડ દ્વારા હાથ ધરાયુ રેસ્કયુ ઓપરેશન, ભારે અફરા તફરીનો માહોલ

Advertisement

ભાવનગરમા કાળુભા રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમા આગ ફાટી નિકળતા આ કોમ્પલેક્ષમા આવેલી 6 જેટલી ખાનગી હોસ્પિટલમા પણ આગ પ્રસરી જતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો છે અને ફાયર બ્રિગેડ સ્ટાફે આગ કાબુમા લેવા સાથે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી કેટલાક દર્દીઓને બચાવી લીધા છે. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હોય ભારે અંધાધુંધી જેવો માહોલ જોવા મળી રહયો છે. આ દુર્ઘટનામા કોઇ મૃત્યુનાં અહેવાલો નથી. જોકે એકાદ કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ કાબુમા લઇ લેતા સૌએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. ફાયર બ્રિગેડે ર0 જેટલા બાળ દર્દીઓને હેમખેમ બચાવી લીધા હોવાનુ જાણવા મળી રહયુ છે.

મળતી માહિતી મુજબ ભાવનગરના કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પલેક્ષના પાર્કિંગમા આજે સવારે કોઇ કારણસર આગ ફાટી નિકળતા જોત જોતામા આ આગ આખા બિલ્ડીંગમા પ્રસરી ગઇ હતી અને કોમ્પલેક્ષમા આવેલ શુભમ ન્યુરો કેર સહિતની પાંચેક હોસ્પિટલો અને એક પેથોલોજી લેબોરેટરી પણ આગની ઝપટમા આવી જતા ભારે અફરા તફરી સર્જાઇ ગઇ હતી. શુભમ ન્યુરોકેર હોસ્પિટલ બાળકોની હોય બાળકોની સારવાર ચાલી રહી હતી તે સમયે આગ લાગતા ભારે અંધાધુંધી ફેલાઇ હતી અને લોકો તથા ફાયર બ્રિગેડે મહા મહેનતે બારીમાંથી 20 જેટલા બાળકોને હેમખેમ બચાવી લીધા હતા. ધુમાડાના ગોટા અને આગના લબકારાના કારણે બચાવ રાહત કાર્યમા પણ અવરોધ ઉભો થઇ રહયો હતો. પરંતુ મહા મહેનતે ર0 જેટલા બાળ દર્દીઓને બચાવી લેવામા આવ્યા હતા.

Advertisement

મળતી માહિતી મુજબ આ આગ વચ્ચેથી બાળકો સહિત કેટલાક દર્દીઓને બચાવી લેવામા આવ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. સદનસીબે સવારે હજુ મોટી સંખ્યામા લોકો કોમ્પલેક્ષમા આવ્યા ન હોવાથી કોઇ મોટી દુર્ઘટનાના અહેવાલ નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement