મોરબીમાં પેપર મીલમાં ભભૂકેલી આગ
ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, લાખોની નુકસાનીની આશંકા
મોરબીના લીલાપર રોડ પર આવેલ પેપરમિલમાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં આગ લાગત મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી તેમજ આગ વિકરાળ બની હોવાથી વાંકાનેર અને હળવદ ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી અને આઠ કલાક ફાયરની ચાર ટીમો આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાર્થ પેપર મિલ નામના કારખાનાની અંદર ગ્રાઉન્ડમાં પડેલ વેસ્ટ પેપરમાં જથ્થામાં મંગળવારે બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો અને આગમા વેસ્ટ પેપરનો મોટો જથ્થો જપેટમાં આવી ગયો હતો જેથી આ બનાવની મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.
અને કારખાનાના ગ્રાઉન્ડમાં પડેલા વેસ્ટ પેપરના જથ્થામાં લાગેલી આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા અને અંદાજે 8 કલાક સુધી સતત પાણીનો મારો કરીને વેસ્ટ પેપરમાં લાગેલ આગને કાબુમાં લેવામાં આવેલ છે અને આ આગ લાગવાના લીધે કારખાનેદારને મોટું નુકશાન થયું છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે તેમ છતાં પણ અહીં ફાયરની અધ્યતન સુવિધા ન હોવાથી ટાંચા સાધનોથી આગ અકસ્માતનો બનાવ બને ત્યારે બચાવ રાહતની કામગીરી કરવામાં આવે છે.
