For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેલવેમાં રામભરોસે મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી રૂા.4.40 કરોડના દંડની વસૂલાત

11:53 AM Dec 06, 2024 IST | Bhumika
રેલવેમાં રામભરોસે મુસાફરી કરતા ખુદાબક્ષો પાસેથી રૂા 4 40 કરોડના દંડની વસૂલાત
Advertisement

રાજકોટ રેલવે ડિવિઝને એપ્રિલ-નવેમ્બર માસ દરમિયાન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી

Advertisement

રાજકોટ રેલ્વે ડિવિઝને એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ દ્વારા દંડ તરીકે રૂૂ. 4.40 કરોડની રકમ વસૂલ કરી હતી.

મુસાફરોને આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે રાજકોટ રેલવે ડિવિઝન માં મેલ/એક્સપ્રેસ, હોલિડે સ્પેશિયલ તેમજ લોકલ ટ્રેનોમાં ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગ ના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ અત્યંત અનુભવી ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન અનેક ટિકિટ ચેકિંગ ડ્રાઈવો હાથ ધરવામાં આવી હતી, જેમાં રૂૂ. 4.40 કરોડ મળ્યા હતા.

નવેમ્બર, 2024 દરમિયાન ટિકિટ વિનાના, લગેજ બુક ન કરાવ્યો હોય તેવા અને ઉચ્ચ વર્ગમાં યાત્રા કરતાં હોય એવા અનાધિકૃત/અનિયમિત મુસાફરી ના 6377 મામલા શોધીને થી રૂૂ. 41.22 લાખની રકમ વસૂલ કરવામાં આવી હતી. ગેરકાયદેસર મુસાફરોને રોકવા માટે નિયમિત સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે. આ ડ્રાઈવોના પરિણામે, એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન અંદાજે 62803 અનધિકૃત યાત્રીઓ પાસેથી 4.40 કરોડ રૂૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝન લોકોને હંમેશા યોગ્ય ટિકિટ લઈને સન્માન સાથે મુસાફરી કરવાની અપીલ કરે છે.

ભારતીય રેલવે પર ટ્રેક નિરીક્ષણનું યાંત્રીકરણ:
ભારતીય રેલવે (આઇઆર) એ ટ્રેક નિરીક્ષણના યાંત્રિકરણ ની દિશામાં પ્રગતિ કરી છે. આનાથી પરંપરાગત પદ્ધતિમાં સુધારો થયો જે મુખ્ય માણસો,પી-વે ગેંગ અને અન્યો દ્વારા મેન્યુઅલી તપાસ પર આધાર રાખતી હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલ્વેના દરેક ઝોનને રેલ્વે ટ્રેકની દેખરેખ માટે ટ્રેક રેકોર્ડીંગ કાર આપવામાં આવશે.

આઈટીએમએસ શું છે?
ઇન્ટિગ્રેટેડ ટ્રેક મોનિટરિંગ સિસ્ટમ (આઈટીએમએસ) એ એક સિસ્ટમ છે જે ટ્રેક રેકોર્ડિંગ કાર (ટીઆરસી )માં ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આ સિસ્ટમમાં રેલ ટ્રેકના પરિમાણોને રેકોર્ડ કરવાની અને 20 - 200 સળાવની સ્પીડ રેન્જમાં ટ્રેકને મોનિટર કરવાની ક્ષમતા છે. આ સિસ્ટમ વિવિધ તકનીકોનું સંયોજન છે જે સુરક્ષિત અને કાર્યક્ષમ રેલ કામગીરી સુનિશ્ચિત કરતી વખતે રેલ્વે ટ્રેક સાથે સંકળાયેલા પરિમાણોને માપવામાં મદદ કરે છે.

તે શું કરે છે?

આઈટીએમએસ વિવિધ ઓન-બોર્ડ સેન્સર, કેમેરા વગેરેમાંથી ડેટા એકત્રિત કરવા, તેનું વિશ્ર્લેષણ કરવા અને પ્રક્રિયા કરવા માટે ડેટા એનાલિટિક્સ અને એક સંકલિત સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. તે ભારતીય રેલ્વેના ટીએમએસ (ટ્રેક મેનેજમેન્ટ સિસ્ટમ) સાથે સંકલિત કરવામાં આવ્યું છે જેથી કરીને દરેક રેલ્વે ટ્રેક રેકોર્ડિંગ રનના અહેવાલો ટીએમએસ પોર્ટલ પર ઉપલબ્ધ થઈ શકે.

ટીઆઇએમએસ શું છે?
ટીઆઇએમએસ(ટ્રેક ઇન્સ્પેક્શન એન્ડ મોનિટરિંગ સિસ્ટમ) એક નિરીક્ષણ સિસ્ટમ છે. મેક ઈન ઈન્ડિયા - સિસ્ટમ સંપૂર્ણપણે ભારતમાં જ બનાવવામાં આવશે. માત્ર ભારતીય કંપનીઓને જ ટેન્ડરમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. તેઓ વિદેશી કંપનીઓ સાથે મળીને કામ કરી શકે છે.ટીઆઇએમએસનો મુખ્ય ઉદ્દેશ યાંત્રિક રીતે ટ્રેક કમ્પોનેન્ટ અને ટ્રેક સ્ટ્રક્ચરના મેન્યુઅલ નિરીક્ષણની વર્તમાન પદ્ધતિ પર નિર્ભરતા ઘટાડવાનો છે જે દર મહિને કરવામાં આવશે.

ભારતીય રેલવે પર ટીઆઇએમએસ
પશ્ચિમ રેલ્વેને સમગ્ર ભારતીય રેલ્વે માટે TIMSની પ્રાપ્તિ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવાની સત્તા આપવામાં આવી છે. ઝઈંખજ સિસ્ટમના 16 એકમોની ખરીદી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને તે સમગ્ર ભારતીય રેલ્વે માટે પશ્ચિમ રેલવે દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે. 19.11.2024ના રોજ ટેન્ડર ખોલવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement