ઘી, પનીર અને મુખવાસના નમૂના ફેઇલ જતા 16 લાખનો દંડ ફટકાર્યો
કૃષ્ણ પ્રોટીન, યુનિટિ મિલ્ક અને અમૃત મુખવાસ સામે કાર્યવાહી
રાજકોટના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તાજેતરમાં ત્રણ સ્થળેથી લેવાયેલ નમૂનાઓ વિવિધ પ્રોડક્ટના નમુનાઓ સબ સ્ટાન્ડર્ડ થતાં અને એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ સમક્ષ આ અંગેના કેસો ચાલી જતા એડિશનલ કલેકટરે ત્રણેય કંપનીઓને કુલ રૂા.19 લાખનો દંડ ફટકારેલ છે.
આ અંગે અધિકારી સૂત્રોમાંથી મળતી વિગત મુજબ તરઘડિયાની કૃષ્ણ પ્રોટીન કંપની માંથી ત્રણ પ્રકારના ઘીના નમુના લેવાયા હતા. ત્રણેય નમૂના સબ સ્ટાન્ડર્ડ થતાં ત્રણેયમાં સાડા- ત્રણ સાડા- ત્રણ સાડા- ત્રણ લાખ રૂૂપિયા સહિત કુલ 10:50 લાખ રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે
વધુમાં મળતી વિગતો અનુસાર મેટોડા ખાતે આવેલ યુનિટી મિલ્ક એન્ડ ફૂડ પ્રોટીન લિમિટેડ કંપનીમાં પનીરના નમુના લેવાયા હતા. જે નમુના સબ સ્ટાન્ડર્ડ થતાં 4,75,000 નો દંડ ફટકાર્યો છે. તેમજ રાજકોટની પરા બજારમાં આવેલ અમૃત મુખવાસ નામની પેઢીમાંથી દિવાળી સમયે જે મુખવાસ વિવિધ પ્રકારના મુખવાસ નમૂના લેવામાં આવ્યા હતા સબ સ્ટાન્ડર્ડ જેમને પણ 35-35 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.