આર્થિક રીતે ભાંગી પડેલ પતિનો પત્ની પર અત્યાચાર: પીડિત મહિલાની વ્હારે અભયમ ટીમ
પારિવારિક સમસ્યાઓનો ઉકેલ સમજણ સાથે ઉકેલી સુખદ સમાધાન આવે તે સમગ્ર પરિવાર અને સમાજ માટે ખુબ જરૂૂરી છે. કેટલાક કિસ્સામાં આવી સમસ્યા ગંભીર રીતે આગળ વધે ત્યારે સમજણ સાથે કાયદાકીય કવચ પણ કારગર નીવડે છે.
રાજકોટમાં એક કિસ્સામાં 20 વર્ષના સુખી સુમેળ ભર્યા દામ્પત્ય જીવનમાં ખટરાગ જોવા મળ્યો હતો. પતિને આર્થિક રીતે નુકશાની જતા પરિવારની શાંતિ હણાઈ ગઈ હતી. જેની સીધી અસર પત્ની અને બાળકો પર જોવા મળી. પત્નીને અસહ્ય માનસિક, શારીરિક ત્રાસ આપવાનું શરુ કર્યું. સંતાનમાં બે દીકરીઓના ઉછેર પર પણ અસર જોવા મળી. પત્નીના ઘરેણાં પર પણ પતિએ કબ્જો જમાવી લીધો હતો. ઘર ખર્ચ માટે પૈસા માંગતા પતિ સતત ત્રાસ આપતો હતો.મહિલા પર અસહ્ય ત્રાસ વધતા તેણીએ મદદ માટે હાથ લંબાવ્યા. જયારે તેને ખબર પડી કે આ કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા મહિલાના રક્ષણ માટે 181, અભયમ ટીમ મદદરૂૂપ બની શકે છે. ત્યારે મહિલાએ અભયમ ટીમને ફોન કરી મદદની ગુહાર લગાવી.કોલ આવતા જ અભયમ ટીમના કાઉન્સેલર સુમિતાબેન પરમાર, કોન્સ્ટેબલ શિલ્પાબેન અને પાયલોટ દર્શિતભાઈ તાત્કાલિક બનાવ સ્થળ પર પહોંચી પીડિતા મહિલાને મળ્યા. મહિલાને સાંત્વના પાઠવી સઘળી હકીકત જાણી. મહિલાએ જણાવ્યું કે, તેમના લગ્ન જીવન ને 20 વર્ષ જેટલો સમય થયેલ છે.
સંતાન માં બે દીકરીઓ છે. તેમના પતિને ધંધા માં ખોટ આવતા પતિ પર દેવું વધી ગયેલ છે. મારા બધા ઘરેણાં પતિ પાસે છે. જયારે પણ પતિને ઘરેણાં વિશે પૂછું કે ઘર ખર્ચ માટે પૈસા આપવા નું કહું એટલે મારો પતિ ત્રાસ આપે છે. મારી દીકરીની કોલેજની ફી પણ ભરાતી નથી ને દિકરીના અભ્યાસ પર ખરાબ અસર પડી રહી હોવાનું મહિલાએ આપવીતી કરતા જણાવ્યું હતું.અભયમ ટીમના બહેનોએ ઘટના સ્થળ પર પીડિતા બહેનના પતિને મળી તેમની સાથે વાતચીત કરી.
પતિનુ કાઉન્સિલિંગ કરતા બાળકોના ભવિષ્ય વિશે વિચારવા પતિ તરીકેની ફરજ વિશે સમજાવ્યું. જે બાદ પતિ,પત્ની વચ્ચે સુખદ સમાધાન 181 ની ટીમ દ્વારા કરાવી આપવામાં આવ્યું. પીડિત મહિલાના પતિએ પોતાની ભુલ સ્વીકારી પત્નિ,અને બાળકો પ્રત્યેની પોતાની બધી જવાબદારી નિભાવશે તેવી બાંહેધરી આપી હતી. સમાજને પ્રેરણારૂૂપ કિસ્સામાં 20 વર્ષના દામ્પત્ય જીવનમાં ખાટામીઠા પ્રસંગોનું અંતિમ સુખરૂૂપ મીઠાસ અને સુમેળભર્યું આવતા ફરી એક વખત અભયમ ની 181 હેલ્પલાઇન ખરા અર્થમાં સાર્થક બની છે.