ખેડૂતો પર આર્થિક બોજ: ઇફકોએ ખાતર પર 130નો તોતિંગ ભાવ વધારો ઝીંકયો
એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા ઝઝૂમી રહ્યો છે. ત્યા બીજી તરફ, સરકારે ખેડૂતોના માથા પર મોટો બોજો ઝીંક્યો છે. ઈક્ફોના ખાતરમાં આ વર્ષમાં બીજીવાર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. NPK ખાતરની એક થેલી પર 130 રૂૂપિયાનો વધારો ઝીંકાયો છે.
પહેલા એક થેલીનો ભાવ 1720 રૂૂપિયા હતો, જે હવે વધીને 1850 રૂૂપિયા થયો છે.ઈફ્કો કંપનીએ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો. વર્ષ 2025 ની શરૂૂઆતથી જ ખેડૂતો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. વર્ષની શરૂૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ઈફ્કોએ એનપીકે ખાતરમાં ભાવ વધારો કર્યો હતો. તેના છ મહિના બાદ જુલાઈના અંતમા ફરીથી ખાતરના ભાવ વધારી દેવાયા છે. ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને સીધી અસર થશે. ઈફકો કંપની દ્વારા NPK ખાતરની થેલીએ 130 રૂૂપિયાનો વધારો કરાયો છે. પહેલા એક થેલી પર - 1720 રૂૂપિયા હતા, હવે ભાવ વધારા બાદ 1850 રૂૂપિયા થયો છે. ત્યારે દક્ષિણ ગુજરાત ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલની સબસીડી આપવા માટે રજૂઆત કરી છે. યુરિયા ખાતરની જેમ પણ સબસીડી આપવામાં આવે તેવી માંગ કરી છે. તો ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આ ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી નિવડશે. ખાતરની જરુર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે, આ ભાવ વધારાથી ખેડૂતો દેવાદાર બની જશે.
એનપીકે ખાતરનું ઉત્પાદન કરતી ઈફ્કો (ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર કો-ઓપરેટીવ લિમિટેડ) દ્વારા વર્ષની શરૂૂઆતમા જાન્યુઆરી મહિનામાં એનપીકે ખાતરના ભાવમાં વધારો જાહેર કરાયો છે. અત્યાર સુધી ખેડુતોને એનપીકેની 50 કિલોની એક ગુણ 1470 રૂૂપિયામાં મળી રહેતી હતી. ત્યારે 50 કિલોની બોરીનો ભાવ 1720 રૂૂપિયા કરી દેવાયો હતો. અને હવે ફરીથી નવો ભાવવધારો લાગુ કર્યો છે.