વિકસિત ગુજરાત ‘વિઝન-2047’નું બજેટ રજૂ કરતા નાણામંત્રી
ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જોગવાઈ, 25 વર્ષના વિકાસનો રોડમેપ દર્શાવતું બજેટ : કનુભાઈ દેસાઈ
ગઈકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. હવે તેના પછી આજે ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરાયુું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આ વખતે રાજ્યનું આશરે 3.30 લાખ કરોડ રૂૂપિયાનું સૌથી મોટુ બજેટ રજૂ કર્યુ હતું. આ પૂર્વે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ બજેટ ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટા કદનું બજેટ છે. અને ગુજરાતના આગામી 25 વર્ષના વિકાસનો રોડમેપ દર્શાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. દરેક ક્ષેત્રને આવરી લઈને ગુજરાત દેશના વિકાસનું એન્જિન બની રહે તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
આ વખતે બજેટને સમજવા માટે વિધાનસભામાં વિશેષ સેમીનારનું આયોજન પણ થવા જઈ રહ્યું છે. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભામાં વિશેષ સેમીનારનું આયોજશ થશે. મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢીયા તેમાં માર્ગદર્શન કરશે અને તમામ ધારાસભ્યોને બજેટ અંગે સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરશે.
ગુજરાતમાં બજેટ સત્રનો આજે બીજો દિવસ છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. બજેટમાં સરકાર નાગરિકોના હિતમાં કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. લોકસભા ચૂંટણી પૂર્વે આયોજિત આ બજેટ સત્ર 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. એક મહિના સુધી ચાલનારા બજેટ સત્ર દરમિયાન કુલ 26 બેઠકો યોજાશે. ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી બજેટમાં સતત વધારો કરી રહી છે જેનો સીધો લાભ નાગરિકોને મળી રહ્યો છે.
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ પેપરલેસ બજેટ રજૂ કરેલ છે. એટલે કે તેઓ ટેબલેટની મદદથી આ બજેટ રજૂ કર્યુ હતું. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ આ બજેટમાં કેટલીક જાહેરાતો થાય તેવી શક્યતા છે.
આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હોવાની શક્યતા છે. 2024-25 માટે આ વખતે બજેટનું કદ 3.30 લાખ કરોડ રૂૂપિયા રહેવાની શક્યતા છે.
સવારે 10 વાગ્યાથી વિધાનસભા ગૃહની બેઠક સમયે જ પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂૂઆત કરાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેઠળ આવતા વિભાગોના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.માહિતી અનુસાર ગૃહ, માર્ગ મકાન, શહેરી વિકાસ વિભાગના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે. આ સાથે જ નર્મદા, યુવા સાંસ્કૃતિક વિભાગ, રમત-ગમત, સામાન્ય વહીવટ, વાહનવ્યવહાર વિભાગના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થઇ થઇ શકે છે. પ્રશ્નોત્તરી કાળ બાદ ખર્ચના પૂરક પત્ર રજૂ કરાશે. ત્યારબાદ નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2024-25નું બજેટ (અંદાજ પત્ર) રજૂ કરશે.
કોંગ્રેસના ધારાસભ્યોનું પ્રદર્શન, ગેસ સિલિન્ડરના પોસ્ટર પહેરી પહોંચ્યા
આજે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના નેતાઓ ગેસ સિલિન્ડરના પોસ્ટર પહેરીને વિધાનસભા ગૃહ બહાર આવ્યા ત્યારે ગૃહ બહાર કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા, કિરીટ પટેલ, અર્જુન મોઢવાડિયા, ગેની ઠાકોર સહિતના નેતાઓ વિવિધ પોસ્ટર સાથે વિધાનસભા ગૃહ પહોંચ્યા હતા. મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની લોન માફીના ખોટા વાયદા સહિતના મુદ્દાઓ સાથે કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોધ દાખવવામાં આવ્યો છે.