For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાણામંત્રી કનુભાઇ દેસાઇની મોટી જાહેરાત, ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 2 કરોડ રૂપિયાનો વધારો

06:41 PM Mar 26, 2025 IST | Bhumika
નાણામંત્રી કનુભાઇ દેસાઇની મોટી જાહેરાત  ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 2 કરોડ રૂપિયાનો વધારો

Advertisement

નાણામંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં વિકાસના કામો માટે ધારાસભ્યોને હાલ જે 3 કરોડની ગ્રાન્ટ મળી રહી છે તેને વધારીને 5 કરોડ કરવાનો નિર્ણય લેવાયો છે'
હવે તમામ ધારાસભ્યોને તેમના વિસ્તારના વિકાસકાર્યો માટે 5 કરોડની ગ્રાન્ટ મળશે.

Advertisement

થોડા દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તમામ મહિલા ધારાસભ્યો સાથે ઔપચારિક શુભેચ્છા બેઠક યોજી હતી.. જેમાં તેમણે મહિલા ધારાસભ્યોને તેમના વિસ્તારમાં વિકાસના કામો માટે વધારાના 2-2 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી હતી. જે બાદ મહિલા ધારાસભ્યોએ મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો હતો.

જો કે આ દરમ્યાન ખુબજ હળવી ક્ષણોમાં પુરુષ ધારાસભ્યોએ પણ હસતા-હસતા કહ્યું હતું કે આમાં અમારો શું વાંક અમને પણ 2-2 કરોડની વધારાની ગ્રાન્ટ આપવી જોઇએ.. આ માંગણીને ગણપત વસાવાએ પણ સમર્થન આપી નાણામંત્રી કનુભાઇ દેસાઇની ઝોળીમાં બોલ ફેંકી દીધો હતો, અને તેમની તરફ જોઇને કહ્યુ હતું કે આ બધા ભાઇઓની માંગણી છે મંત્રીજી, તમારે કંઇ વિચારવું જોઇએ.. ત્યારબાદ ગૃહમાં ઉલ્લાસનું વાતાવરણ છવાઇ ગયું હતું અને પાટલી થપથપાવીને સૌ કોઇએ ગણપતભાઇ વસાવાના આ નિવેદનને વધાવી લીધુ હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement