અંતે ચેમ્બર જાગી, રાજકોટ-અમદાવાદ હાઇવેનો મુદ્દો ઉઠાવ્યો
બામણબોર-બગોદરા ટોલનાકા પાસે થતા ટ્રાફિકજામથી મુસાફરોના નાણાં, સમયનો વ્યવ
ઓવરબ્રિજની ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરી અને સર્વિસ રોડની બિસ્માર હાલતથી વાહનચાલકોને ભારે હાલાકી
કુવાડવા રોડ પરના ઓવરબ્રિજ નજીક રસ્તાની ખરાબ હાલતથી અકસ્માતનો ભય
રાજકોટ અને અમદાવાદ મહાનગરને જોડતા હાઇ-વેના સિકસલેનમાં રૂપાંતરીત કરવાનો પ્રોજેકટ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ-અમદાવાદ હાઇવેની કામગીરી શરૂ થઇ ત્યારથી ગોકળગતીએ ચાલી રહી છે. ધીમી ગતીથી ચાલતી કામગીરીના કારણે અનેક સમસ્યાઓ થઇ રહી છે. બે ત્રણ ચોમાસા આવી જતા રહ્યા હોવા છતાં પણ કામગીરી પુરી નહીં થતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ઠેર-ઠે ઓવરબ્રીજની કામગીરીના કારણે સર્વિસ રોડ પરથી વાહનો પસાર થતા હોય છે પરંતુ સર્વિસ રોડની હાલત અતિબિસ્માર હોવાથી અકસ્માતનો ભય વાહન ચાલકોમાં ફેલાયો છે. છેલ્લા ઘણા સમયથી ગોકળગતીએ ચાલતી સિકસલેનની કામગીરીથી વાહન ચાલકોને હેરાનગતી થતી હોવાની ફરીયાદ અંતે રાજકોટ ચેમ્બર દ્વારા રાજય અને કેન્દ્ર સરકારમાં કરી સિકસલેન હાઇ-વેની કામગીરી ઝડપથી પુરી કરવા મુદ્દો ઉઠાવ્યો છે.
આ અંગે ચેમ્બરે પોતાની રજુઆતમાં કેન્દ્ર અને રાજય સરકારને જણાવ્યું હતું કે રાજકોટથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને મુંબઇ તથા અન્ય શહેરોને જોડતો રોડ છે અને વ્યાપારી, ઇન્ડસ્ટ્રીયલ, રાજકીય, મેડીકલ, ટુરીઝમ જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો અવર-જવર કરતા હોય છે. ત્યારે રાજકોટ થી અમદાવાદ જતા બામણબોર તથા બગોદરા ટોલનાકાની વચ્ચેના ફોર લાઈનના રસ્તાઓ તુટી જવાથી ખુબ જ બિસ્માર હાલતમાં થઈ ગયા છે અને મોટા ખાડાઓ પડી ગયેલ છે. જેના કારણે રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. તેમજ મુસાફરી દરમ્યાન આ બન્ને ટોલનાકાની વચ્ચેથી પસાર થવામાં આશરે 1 કલાકથી વધુનો સમય લાગે છે. સાથો સાથ ઈધણનો પણ વ્યય થાય છે અને પર્યાવરણને પણ નુકશાન થતું હોય છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થયેલ છે.
ત્યારે આ રસ્તાઓ ઉપર મોટા ખાડાઓને કારણે પાણી ભરાતા ગંભીર અકસ્માતો થવાનો પણ ભય રહે છે. રાજકોટ થી અમદાવાદ જતા બામણબોર તથા બગોદરા ટોલનાકાની વચ્ચેના ફોર લાઈનના રસ્તાઓ તાત્કાલીના ધોરણે રીપેર કરવા તેમજ હાલ રાજકોટ-અમદાવાદ 6 લેનની કામગીરી ચાલી રહી છે ત્યાં કુવાડવા રોડ પર ઓવરબ્રીજ બનતો હોવાથી તેની નીચેના બન્ને સર્વિસ રોડ પર ખરાબ થઈ ગયેલ છે તો તે પણ તાત્કાલીક રીપેર કરી આ બને સર્વિસ રોડ પહોળા કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નિતિનભાઈ ગડકરી, ગુજરાત રાજયના ટ્રાન્સપોર્ટ મંત્રી હર્ષભાઈ સંઘવી તથા નેશનલ હાઈવેના પ્રોજેકટ ડાયરેક્ટર હરમેન્દ્રસિંઘ રોટ્રવાલ સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે.
અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે
રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઇ-વેજા કામગીરી ગોકળગતિએ ચાલતી હોય આ કામગીરી ઝડપી કરવા માટે વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી છે. તેમજ કામગીરી ધીમી ચાલતી હોવાના કારણે મુશ્કેલી પડતી હોય ઝડપથી કામ પૂર્ણ કરવા વાહનચાલકોમાં પણ શૂર ઉઠ્યા હતી. ત્યારે ફરી એક વખત આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.