For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંતે હિરાસરને બે ઈન્ટરનેશનલ ફ્લાઈટના કનેક્શન આપી ઉંધા હાથે કાન પકડાવતી એરપોર્ટ ઓથોરિટી

06:46 PM Mar 15, 2025 IST | Bhumika
અંતે હિરાસરને બે ઈન્ટરનેશનલ ફ્લાઈટના કનેક્શન આપી ઉંધા હાથે કાન પકડાવતી એરપોર્ટ ઓથોરિટી

Advertisement

રાજકોટના હિરાસર આંતર રાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ઈન્ટરનેશનલ ફ્લાઈટની ઉડાન ભરવા અંગેની છેલ્લા ઘણા વખતથી ચાલતી અટકળો વચ્ચે હિરાસર એરપોર્ટથી બે ઈન્ટરનેશનલ ફ્લાઈટના કનેક્શનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટથી થાઈલેન્ડ વાયા મુંબઈ અને આફ્રિકાના શેશિલ્સની ફ્લાઈટનો સમર સેડ્યુલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બન્ને ફ્લાઈટના કનેક્શનની અન્ય ફ્લાઈટ અંગેની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટથી પુના વચ્ચે ચાલતી ઈન્ડગોની ફ્લાઈટને કોલકત્તા સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.

જો કે એરપોર્ટ ઓથોરીટીએ અત્યારે ચાલતી કનેકટીંગ ફલાઈટને જ રાજકોટથી બતાવી મુસાફરોને ઉંઘા કાન પકડાવવાની કરામત કરી હોવાનું ટ્રાવેલ એજન્ટ જણાવી રહ્યા છે.
રાજકોટના હિરાસર ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ થયા બાદ અદ્યતન સુવિધા સાથેનું ટર્મિનલ શરૂ કરવામાં આવ્યા બાદ છેલ્લા ઘણા વખતથી રાજકોટના આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઈન્ટરનેશનલ ફ્લાઈટના શેડયુલ અંગેની અનેક વાતો વહેતી થઈ હતી. પરંતુ હજુ સુધી સૌરાષ્ટ્રવાસીઓ માટે એક પણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન ભરે તેવી કોઈ જાહેરાત કરવામાં આવી ન હતીં.

Advertisement

ત્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટને લઈને ચાલતી ચર્ચાઓ બાદ હવે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રવાસીઓ માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટની જાહેરાતના બદલે ઈન્ટરનેશનલ ફ્લાઈટના કનેક્શનની જાહેરાત કરવામાં આવી છે.

સમર શેડ્યુલમાં કરાયેલી જાહેરાતમાં રાજકોટથી બે ઈન્ટરનેશનલ ફ્લાઈટના કનેક્શનની જાહેરાત થઈ છે. જેમાં રાજકોટથી થાઈલેન્ડ માટેની કનેક્શન ફ્લાઈટ વાયા મુંબઈની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ ક્રાબીની ફ્લાઈટમાં હિરાસર એરપોર્ટથી સાંજે 6:10 વાગ્યે ઉપડનારી મુંબઈની ફ્લાઈટને મુંબઈથી ક્રાબી જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સાથે કનેક્શન આપવામાં આવ્યું છે. તેમજ રાજકોટથી આફ્રિકાના સેલ્સીયસની ફ્લાઈટનું કનેક્શન અપાયું છે. જેમાં હિરાસરથી મુંબઈ અને મુંબઈથી સેલ્સીયેસની ફ્લાઈટનું કનેક્શનની ફ્લાઈટ અંગેની જાહેરાત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રવાસીઓ માટે ઉનાળાના વેકેશનમાં આ બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના કનેક્શનની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટથી કોલકત્તા જવા માંગતા મુસાફરો માટે રાજકોટથી પુના વચ્ચે ચાલતી ઈન્ડીગોની ફ્લાઈટને કોલકત્તા સુધી લંબાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

એરપોર્ટ ઓથોરીટી દ્વારા સમર સેડ્યુલમાં થાઈલેન્ડ અને આફ્રિકાના શેશિલ્સની જે બે ફ્લાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ફ્લાઈટ વર્ષોથી મુંબઈથી ઉપડતી હોય અને એરપોર્ટ ઓથોરીટીએ જાણે ઉંધાકાન પકડાવી સસ્તી પ્રસિદ્ધીનો લાવો લીધો હોય તેમ આ કનેક્ટીંગ ફ્લાઈટ વર્ષોથી ચાલુ જ છે. રાજકોટના એરટીકીટ બુકીંગનું કામ કરતા એજન્ટો દ્વારા રાજકોટથી થાઈલેન્ડ કે આફ્રિકા જવા માંગતા લોકો હાલમાં પણ આ જ કનેક્ટીંગ ફ્લાઈટમાં બુકિંગ કરાવી મુસાફરી કરી રહ્યા છે. ત્યારે આ નવા સમર શેડ્યુલમાં આવી ફ્લાઈટની જાહેરાત કરી સૌરાષ્ટ્રવાસીઓને ઉલ્લુ બનાવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement