અંતે નોનવેજ રેસ્ટોરન્ટોમાં આરોગ્ય શાખાનું ચેકિંગ
ભગવતીપરામાં ગોશિયા કેટરર્સ, ન્યૂ બોમ્બે બિરીયાનીમાં અખાદ્ય નોનવેજ અને કાદરી રેસ્ટોરન્ટમાં વાસી બેકરી પ્રોડકટ મળી
રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભારત પાન સામે, ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ "ગોશિયા કેટરર્સ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય નોનવેજ પ્રિપેર્ડ ફૂડ તથા દાઝીયુ તેલ મળી આવતા અંદાજીત કુલ 12 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ "કાદરી રેસ્ટોરેન્ટ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી થયેલ બેકરી પ્રોડકટ્સ તથા વાસી અખાદ્ય પ્રિપેર્ડ ફૂડ મળી આવતા અંદાજીત કુલ 06 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ "KGN કેટરર્સ(ન્યુ બોમ્બે બિરિયાની)" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય નોન વેજ પ્રિપેર્ડ ફૂડ મળી આવતા અંદાજીત કુલ 03 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
આ ઉપરાંત ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ "કોલકતા બિરિયાની" પેઢીની તપાસ કરતા સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના માયાણી ચોક -રાજનગર ચોક ચંદ્રેશનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 26 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 11 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 09 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના ચંદ્રેશનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ (01)ક્રિષ્ના મારવાડી પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)પ્રિન્સ શીંગ બેકરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)શ્રીહરિ ભોજનલાય -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)પટેલ ફાસ્ટફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)બાલાજી પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)બાલાજી ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)રાધે ડેરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ગાંધી સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)જલારામ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)ડીલક્સ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)બાલાજી સાઉથ ઇન્ડિયન-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (12)ગણેશ મદ્રાસ કાફે (13)પ્રમુખ સોડા શોપ (14)પીઝા સ્ટુડિયો (15)શ્રીનાથજી ગાંઠિયા (16)સંતોષ ડેરી (17)મધુર સોડા શોપ (18)ઢોસા બાઇટ (19)બાબુભાઇ રગડાવાળા (20)જેનીસ ડાઈનીંગ હોલ (21)હરી ઓમ ઢોસા (22)લીંબુ સોડા (23)જય સરદાર રેસ્ટોરેન્ટ (24)શ્રીરામ ચાઇનીઝ પંજાબી (25)રજવાડી આઇસ્કીમ (26)હેવન રેસ્ટોરેન્ટની ચકાસણી કરવામાં આવેલ.
મિનરલ પાણીના નમૂના ફેલ થયા બાદ પેકેજડ બોટલના સેમ્પલ લેવાયા
ફુડ સેફ્ટીસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ નીચે મુજબની વિગતે સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત કુલ 04 નમૂના લેવામા આવેલ . 'BILSHAN' PACKAGED DRINKING WATER (1 LTR. PKD BOTTLE):: સ્થળ- BILSHAN BEVERAGES, 9-સમ્રાટ ઇન્ડ. એરિયા, કનેરિયા ઓઇલ મીલ પાસે, ગોકુલધામ સામે, તેમજ 'BILLKING' PACKAGED DRINKING WATER (500 ML PKD BOTTLE): સ્થળ- CRYTAL BEVERAGES, પરશુરામ ઇન્ડ. એરિયા-1, શેરી નં.01, માંડા ડુંગર, અજય વે-બ્રિજ સામે તથા 'CEEKE OZONISED' PACKAGED DRINKING WATER (500 ML PKD BOTTLE): સ્થળ- KKR TRADING, પ્લોટ નં.10, ઈ-1, ભગવતી કોલસા સામે, જય સિયારામ ઇન્ડ. એસ્ટેટ-2, આજી BRISWEL' PACKAGED DRINKING WATER (1 LTR. PKD BOTTLE):: સ્થળ- BRISWEL BEVERAGES , પ્લોટ નં.45, મારુતિ ઇન્ડ. એરિયા, ગોંડલ રોડ પાછળ માંથી બોટલના પાણીના નમૂના લેવાયા છે. ગયા અઠવાડીયે મિનરલ વોટરનાં પાણી અયોગ્ય જાહેર થયા બાદ આ કાર્યવાહી કરવામા આવી છે .