For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડેમિક કાઉન્સિલની અંતે રચના

06:39 PM Feb 06, 2024 IST | Bhumika
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડેમિક કાઉન્સિલની અંતે રચના

પદવીદાન સમારોહ સહિતની અટકેલી કામગીરીને હવે વેગ મળશે

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અંતે જાગ્યા છે અને હવે બોર્ડ ઓફ મેનેજમેન્ટ તથા એકેડેમિક કાઉન્સિલની રચના કરવામાં આવી છે. વહીવટી અણઆવડતને કારણે વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વની એવી ડીગ્રી એનાયત માટેનો પદવીદાન સમારોહ અટકી પડ્યો હતો. જોકે હવે નવા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ મૂજબ 2 કમિટીની રચના કરવામા આવી છે. કલાસવાને કુલપતિએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં રાખવા પડ્યા છે. આ ઉપરાંત બંને કમિટીમાં માત્ર 5 ભવનનાં ઉમેદવારને મહત્વ આપવામાં આવ્યું છે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કુલપતિ ડો. નીલાંબરી દવેએ પોતાને હોમ સાયન્સ ભવનનાં હેડ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે હિન્દી ભવનનાં હેડ ડો. બી. કે. કલાસવા, એજ્યુકેશનના હેડ ડો.ભરત રામાનુજ જયારે ટિચરની બેઠક પર પત્રકારત્વ ભવનનાં હેડ ડો. નીતા ઉદાણી અને હોમ સાયન્સના પ્રોફેસર એચ. ડી. જોષીને નિયુક્ત કર્યા છે.

જ્યારે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં હાઈલી રેપ્યુટેડ એમિનેન્ટ રિસર્ચ પર્સન તરીકે ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ રામા શંકર દુબે, નેશનલ રેકોગ્નાઇઝડ ઇન્સ્ટિટયૂટમાંથી એમિનેન્ટ એક્સપર્ટ તરીકે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના ડાયરેક્ટર અનુપમ શુક્લ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટમાં એમ. સી. એ. ભવનના અધ્યક્ષ સી. કે. કુંભારણા અને ટીચર તરીકે બાયોસાયન્સ ભવનના પ્રોફેસર ડો. રાહુલ કુંડુ અને એમ. સી. એ. ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. અતુલ ગોંસાઈની નિમણૂક કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement