આવતીકાલે અમદાવાદમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડ
બોલિવુડ કિંગ શાહરૂખખાન હોસ્ટ કરશે, કરણ જોહર, મનિષ પોલનું સંચાલન, મુંબઈની પ્રેસ કોન્ફરન્સમાં 70માં એવોર્ડના ટેક્નિકલ અને રાઈટીંગ કેટેગરીનાં એવોર્ડની જાહેરાત
ફિલ્મફેરે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025 વિથ ગુજરાત ટુરિઝમના ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના નેતૃત્વમાં આ એવોર્ડ્સનું આ વિશેષ સંસ્કરણ હિન્દી ફિલ્મ જગતમાં અદભૂત પ્રતિભા- ઉત્તમ કાર્યોના સન્માનનો ઉત્સવ છે.
આ કોન્ફરન્સમાં ગુજરાત પ્રવાસન નિગમના સચિવશ્રી રાજેન્દ્ર કુમાર, રાજકુમાર રાવ,અભિનેત્રી તમન્ના ભાટિયા,હોલ-ટાઇમ ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરુણ ગર્ગ, ડિરેક્ટર, વર્લ્ડવાઈડ મીડિયા અને સીઇઓ રોહિત ગોપાકુમાર, ણઊગક, ઇઈઈક ઝટ ડિજિટલ નેટવર્ક તથા જીતેશ પિલ્લઈ એડિટર-ઈન-ચીફ, ફિલ્મફેરમાં ઉપસ્થિત રહ્યા હતાં.
ગુજરાત પ્રવાસન નિગમના સચિવ રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે 70મો ફિલ્મફેર એવોર્ડ્સ ફરી એકવાર ગુજરાતમાં યોજાઈ રહ્યો છે. આપણા રાજ્યની વૈવિધ્યભર્યા ભૂદ્રશ્યો, સમૃદ્ધ સાંસ્કૃતિ અને અદ્યતન સુવિધાઓ ફિલ્મ મેકરો માટે સતત આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.
આગામી તારીખ 11 ઓક્ટોબરે અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ્સનું ભવ્ય આયોજન થનાર છે, જેમાં બોલિવૂડના કિંગ શાહરુખ ખાન હોસ્ટ તરીકે દેખાશે, સાથે ફિલ્મમેકર કરણ જોહર તથા કરિશ્માઈ મનીષ પોલ પણ મંચ સંચાલન કરશે. આ રાત્રી બોલિવૂડના ચમકતા તારાઓ અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, કૃતિ સેનન, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદીના ઝગમગતા પરફોર્મન્સથી ઉજ્જવળ બની રહેશે. ટિકિટો ડિસ્ટ્રિક્ટ એપ પર ખરીદી શકાય છે.
70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025 વિથ ગુજરાત ટુરિઝમ ટેક્નિકલ અને રાઇટિંગ એવોર્ડ્સ
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર: રમ સંપથ (લાપતા લેડીઝ)
બેસ્ટ સિનેમેટોગ્રાફી: રફે મહમૂદ (કિલ)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન: મયુર શર્મા (કિલ)
બેસ્ટ કોસ્ચ્યુમ: દર્શન જાલાન (લાપતા લેડીઝ)
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન: સુભાષ સાહુ (કિલ)
બેસ્ટ એડિટિંગ: શિવકુમાર વી. પાનિકર (કિલ)
બેસ્ટ એક્શન: સેયો યંગ ઓ પરવેઝ શેખ (કિલ)
બેસ્ટ ટઋડ: રી-ડિફાઇન (મુંજ્યા)
બેસ્ટ કોરિયોગ્રાફી: બોસ્કો-સીઝર (તૌબા તૌબા બેડ ન્યૂઝ)
રાઇટિંગ એવોર્ડ્સ
બેસ્ટ સ્ટોરી: આદિત્ય ધર મોનલ ઠાકર (આર્ટિકલ 370)
બેસ્ટ સ્ક્રીનપ્લે: સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ)
બેસ્ટ ડાયલોગ: સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ)
બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે: ઋતેશ શાહ (આઈ વોન્ટ ટુ ટોક)