ફિલ્મફેર એવોર્ડ: બોલિવૂડ સિતારાઓનો અમદાવાદમાં જમાવડો
શાહરૂખખાન, અક્ષયકુમાર, ક્રિતી સેનન, અનન્યા પાંડે, વિક્રાંત મેસી, અભિષેક બચ્ચન સહિતના 15 ચાર્ટર ફલાઇટ્સમાં પહોંચ્યા
ગુજરાતમાં સતત બીજીવાર પ્રતિષ્ઠિત 70મા ફિલ્મફેર એવોર્ડ સમારોહનું આયોજન આજે અમદાવાદ સ્થિત કાંકરિયા ખાતેના ટ્રાન્સ્ટેડિયામાં થવા જઈ રહ્યું છે. આ ગ્રાન્ડ ઇવેન્ટમાં ભાગ લેવા માટે બોલિવૂડના 150થી વધુ કલાકારો અમદાવાદ આવી પહોંચ્યા છે. આ મોટા આયોજન દ્વારા ગુજરાત સરકાર અમદાવાદ અને રાજ્યને સાંસ્કૃતિક તથા સ્પોર્ટ્સ એક્ટિવિટીના કેન્દ્ર તરીકે વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરવાના પ્રયાસ કરી રહી છે, જે 2036 ઓલિમ્પિકના યજમાન બનવાની દાવેદારી માટે પણ મહત્વપૂર્ણ છે.
ફિલ્મફેર એવોર્ડ સમારોહની શરૂૂઆત પહેલાં સવારનો સમય સ્ટાર એક્ટિવિટીથી ભરપૂર રહેશે. અભિનેતા અક્ષયકુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લેશે. તેઓ નરેન્દ્ર મોદીના જન્મસ્થળ તેમજ ઐતિહાસિક નગર વડનગર મ્યુઝિયમ અને પ્રેરણા સ્કૂલ સહિતના સ્થળોથી માહિતગાર થશે. આ સાથે જ, શાહરૂૂખ ખાન, અભિષેક બચ્ચન, ક્રિતી સેનન, અનન્યા પાંડે, વિક્રાંત મેસી સહિતના કલાકારો નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સની મુલાકાત લે તેવી શક્યતા છે.
આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં અત્યારે એશિયન એક્વેટિક વોટર પૂલની ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેથી કલાકારો ગુજરાતના સ્પોર્ટ્સ ક્ષેત્રને નજીકથી જાણી અને પ્રમોટ કરી શકે તેવો ઉદ્દેશ્ય છે.ફિલ્મ જગતના આ સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓ પણ હાજર રહેશે.
આ ગ્રાન્ડ ઇવેન્ટને હોસ્ટ કરવાની જવાબદારી શાહરૂૂખ ખાન, કરણ જોહર અને મનીષ પોલની ત્રિપુટી સંભાળશે. અભિષેક બચ્ચન, અક્ષય કુમાર, અનન્યા પાંડે, રાજકુમાર રાવ, સિદ્ધાંત ચતુર્વેદી, ક્રિતી સેનન, તમન્ના ભાટિયા સહિત બોલિવૂડના અનેક જાણીતા ચહેરાઓ આ સમારોહમાં હાજરી આપશે. બોલિવૂડ અને અગ્રણી ઉદ્યોગપતિઓને લઈને લગભગ 15 ચાર્ટર ફ્લાઈટ્સ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી, જેના કારણે એરપોર્ટ પર ભારે ધમધમાટ જોવા મળ્યો હતો.
અનન્યા પાંડેએ સફેદ લાંબી બાંયના ક્રોપ્ડ ટોપમાં ઝિપ-અપ કોલર સાથે, હાઈ-વેસ્ટેડ, પહોળા પગવાળા, હળવા-વોશ ડેનિમ જીન્સ સાથે તેને કેઝ્યુઅલ છતાં ટ્રેન્ડી રાખ્યું હતું. તેણીએ લાલ ફૂટવેર સાથે રંગનો પોપ ઉમેર્યો અને આરામદાયક મુસાફરી વાતાવરણ માટે આછા વાદળી ખભાની બેગ પહેરી. અક્ષય કુમારે ખુલ્લા નેકલાઇન સાથે મોટા કદના કાળા કોલર્ડ શર્ટમાં, ઓલિવ-ગ્રીન પ્લીટેડ ટ્રાઉઝર સાથે સરળતાથી કૂલ લુક પસંદ કર્યો. બ્લેક બેલ્ટ, મેચિંગ શૂઝ અને સ્લીક સનગ્લાસ, તેના ઓછા અંદાજિત, ક્લાસી આઉટફિટને પૂર્ણ કરે છે.