For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપામાં ફાઇલોનો ઉલાળિયો બંધ, ઇ-ગવર્નન્સ પોર્ટલનો પ્રારંભ

03:44 PM Nov 29, 2025 IST | Bhumika
મનપામાં ફાઇલોનો ઉલાળિયો બંધ  ઇ ગવર્નન્સ પોર્ટલનો પ્રારંભ

સરકારી પ્રક્રિયામાં ઓટોમેશન, પારદર્શિતા, જવાબદારી અને પેપરલેસ પ્રક્રિયા ઝડપી બનશે

Advertisement

મહાનગરપાલિકામાં થતા અનેક કામો સમયસર ન થતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. અધિકારીઓ દ્વારા ફાઇલ ફલાણા સાહેબ પાસે છે. તે પ્રકારના બહાનાઓ કાઢી અરજદારોનો સમય બરબાદ કરવામાં આવતો હોય છે. જેના લીધે અનેક લોકોના કામો અટકી પડી છે. પરંતુ સરકારે ઇ-ગવર્નન્સ પોર્ટલનો પ્રારંભ કરી તમામ વિભાગની ફાઇલની પીડીએફ પોર્ટલમાં સેવ કરવાની સૂચના આપ્યા બાદ મનપાએ હવે દરેક વિભાગના દરેક કામની ફાઇલો તેમજ પરિપત્ર સહિતના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનુ શરૂ કરાતા હવે ફાઇલોનો ઉલાળ્યો કોઇ કર્મચારી કે, અધિકારી દ્વારા થઇ શકે નહીં અને આ અંગે વધુ વિગત આપવા માટે મનપામાં ઇ-ગવર્નન્સ અંતર્ગત ટ્રેનિંગ યોજાઇ હતી. જેમાં અધિકારીઓ તથા કર્મચારીઓને ઇ-ગવર્નન્સ પોર્ટલની વિસ્તૃત માહિતી તથા નવી કામગીરી અંગે વાકેફ કરવામાં આવ્યા હતા.

મહાનગરપાલિકામાં ગઇકાલે ઇ-ગવર્નન્સ પોર્ટલ અંતર્ગત કર્મચારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી અને આ અંગે માહિતી પ્રાપ્ત થયા મુજબ સરકાર દ્વારા તમામ સરકારી કચેરીઓમાં થતી કામગીરીનો ડેટા એક કલીકથી ઉપલબ્ધ થઇ શકે તે માટે ઇ-ગવર્નન્સ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં મહાનગરપાકિલાના તમામ વિભાગોમાં થતી તમામ કામોની ફાઇલો તેમજ ઓર્ડર અને પરિપત્રોની પીડીએફ તૈયાર કરી પોર્ટલમાં સેવ કરવામાં આવી રહી છે. વર્ષો પહેલા મહાનગરપાલિકામાં લેખિત કામગીરી થતી હોવાથી ફાઇલોના થપ્પે થપ્પા લાગ્યા હતા અને આજે પણ ફાઇલોના પોટલાઓના ગોડાઉન ભર્યા છે.

Advertisement

આ પધ્ધતીના કારણે કોઇ પણ અરજદાર અથવા અધિકારીને જૂની ફાઇલની જરૂરીયાત ઉભી થાય ત્યારે પોટલાઓમાંથી ફાઇલો શોધવામાં વધુ સમય લાગતો હતો. તેમજ કાગળની આયુષ મુજબ અમૂક ફાઇલો વર્ષો પછી રદી થઇ જવાથી અનેક અગત્યના કાગોળોથી તંત્રએ હાથ ધોવા પડતા હતા. જેથી સરકારે ઇ-ગવર્નન્સ પોર્ટલ તૈયાર કરી હવે કાગજી ફાઇલોની સાથોસાથ તમામ ડેટા પોર્ટલ ઉતર અપડેટ કરવાનો આદેશ કર્યો છે. જેના લીધે કોઇ પણ અધિકારી તેમના વિભાગની ફાઇલ નંબરના આધારે એક કલીકથી શોધી શકશે જેના લીધે કામમાં પારદર્શિતા અને અધિકારીઓની જવાબદારી તેમજ પેપર લેસ પ્રક્રિયા ઝડપી બનશે.

સરકારી પ્રક્રિયાઓનું ઓટોમેશન
આ પોર્ટલ સરકારી કામગીરીને સ્વચાલિત બનાવે છે, જેનાથી ફાઇલની હિલચાલ ઝડપી અને કાર્યક્ષમ બને છે.

પારદર્શિતા
દરેક ફાઇલ ક્યાં છે અને કઈ પ્રક્રિયા હેઠળ છે તેની સ્પષ્ટ જાણકારી મળે છે, જે વહીવટમાં પારદર્શિતા લાવે છે.

જવાબદારી
સિસ્ટમમાં દરેક સ્તરે જવાબદારી નક્કી થાય છે, જેથી કામમાં વિલંબ થાય તો તેનું કારણ સરળતાથી જાણી શકાય છે.

અસરકારકતા
સરકારી સેવાઓ નાગરિકોને ઝડપથી અને વધુ સારી રીતે મળી રહે તેની ખાતરી કરે છે.

પેપરલેસ વર્કિંગ
આ પોર્ટલ કાગળના ઉપયોગને ઘટાડીને અથવા બંધ કરીને પર્યાવરણને અનુકૂળ વહીવટને પ્રોત્સાહન આપે છે.

ડિજિટલ સહી (e-Sign)
દસ્તાવેજોની ખરાઈ માટે ડિજિટલ સહીનો ઉપયોગ થાય છે, જે તેમની કાયદેસરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

સરળ ટ્રેકિંગ
નાગરિકો અને અધિકારીઓ ફાઇલની વર્તમાન સ્થિતિને સરળતાથી ટ્રેક કરી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement