ગુજરાતના દરિયામાં ગેરકાયદેસર ફિશિંગ બંધ કરાવવા લડત કરાશે
સોમનાથ નજીકના હિરાકોટ બંદર ખાતે ગુજરાત કોળી સમાજ માછીમાર મહામંડળની બેઠક મળી
તારિખ 17-11-2 024ને રવિવારે સોમનાથ નજીક આવેલ હિરકોટ બંદરમા કોળી સમાજના સુખસાગર હોલમા ગુજરાત કોળી સમાજ માછીમાર મહામંડળ ની એક મીટિંગ નુ આયોજન કરવામાં આવેલ હતું આ મીટિંગના પ્રમુખ જેન્તીભાઈ વરજાંગ સોલંકી અને ઉપપ્રમુખ હમીર ભાઈ સોલંકી. જાફરાબાદના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતી તેમા કોળી સમાજના વિવિધ બંદરોના પટેલોએ હાજરી આપી હત. સંયુક્ત કોળી સમાજ ભીડીયાના પટેલ રમેશભાઈ બારીયા હીરા કોટ બંદરના કોળી સમાજના પટેલ નથુભાઈ કરસન સોલંકી, સુત્રાપાડા બંદરના કોળી સમાજના પટેલ મુકેશભાઈ બામણીયા અને કાનાભાઈ ચવડા, ધામરેજ બંદરના કોળી સમાજના પટેલ વરજાંગભાઈ બારીયા ,મુળદ્વારકા બંદરના કોળી સમાજના પટેલ કાનાભાઈ વંશ ,માઢવાડ કોળી સમાજના પટેલ કાળીદાસભાઈ વંશ, કોટડા બંદરના કોળી સમાજના પટેલના પ્રતિનિધિ ચુનીલાલ બારીયા ,નવાબંદરના કોળી સમાજના આગેવાન ભરતભાઈ વજા ,સુભાષ નગર પોરબંદરના કોળી સમાજના આગેવાન છગનભાઈ સોલંકી તથા જાફરાબાદ રાજપરા તાળાજા તેમજ મહુવા બંદરના કોળી સમાજના આગેવાનો તેમજ તમામ બંદરના કોળી સમાજના આગેવાનોએ હાજર રહી આ મીટિંગને સફળ બનાવવા આવેલ.
આ મીટિંગનો મૂખ્ય હેતુ ગૂજરાત કોળી માછીમાર મહામંડળની રચના કરવામાં આવી છે તેને ત્રણ વર્ષ થયા બાદ આ મહામંડળનુ રજીસ્ટ્રેશન કરાવી લેવામાં આવેલ છે તે બાબતે જાણકારી તેમજ ત્રણ વર્ષનો હિસાબનો અહેવાલ રજુ કરવામાં આવેલ હોય અને આ ત્રણ વર્ષ દરમિયાન મહામંડળે શું કામગીરી કરી છે તે બાબતે જાણકારી તેમજ આવનારા સમયમાં શું કામગીરી કરવાની છે તેની ચર્ચા કરવામાં આવી ખાસ કરીને હવે પછીની માછીમારીને લગતી પ્રશ્નો નિરાકરણ લાવવું જોઈએ જેમ કે ગૂજરાતના દરીયા કિનારે ચાલી રહેલી રાક્ષસી પ્રકારની ફિશીંગ એટલે એલઈડી લાઇટ પેરા ફિશીંગ અને લાઈન ફિશીંગ બોટો ને બંધ કરાવવી જોઈએ તે બાબતે ચર્ચા કરવામાં આવેલ ત્યારે આ વિષય ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને તેવું નક્કી કરવામાં આવ્યું કે આવનારા દિવસોમાં અન્ય વિવિધ બંદરોના સમાજોની સાથે મળીને આ પ્રકારની ફિશીંગ બોટો બંધ કરાવવા માટે સરકારમા રજૂઆત કરીને આપણા માટે જીવાદોરી સમાન મચ્છીમારીને લામ્બા સમય સુધી ટકાવી રાખવા માટે બધાની સાથે મળીને કામ કરવુ અને બીજો એક મોટો પ્રશ્ન છે જેતપુરના ઉદ્યોગો નુ કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરીયા કીનારે છોડવા માટેનો સરકારનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે બંધ કરાવવા પોરબંદરના માછીમારો અને સમાજની સાથે રહી આ પ્રોજેક્ટને બંધ કરાવવા માટે તેમને સહકાર આપવો તેમ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું તેમ પ્રમુખ જેન્તીભાઈ સોલંકીની યાદીમાં જણાવેલ છે.