સાબરમતી જેલમાં મારામારી!! 3 કેદીએ ISISના આતંકીને માર માર્યો
સાબરમતી જેલમાં મારામારીની ઘટના બની હતી. 3 કેદીએ ISISના આતંકીને માર માર્યો હતો. ગત 9 નવેમ્બર 2025ના રોજ ગુજરાત ATSએ પકડેલા ISISના 3 આતંકીને સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યા છે. જ્યાં આતંકી અહેમદ સૈયદને આજે ત્રણ અન્ય કેદી સાથે માથાકૂટ થતા તેમણે અહેમદ સૈયદને માર માર્યો હતો.
સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલ ત્રણ આતંકી પૈકી અહેમદ સૈયદને અન્ય ત્રણ કેદી સાથે માથાકૂટ થઈ હતી. જે બાદ ઝઘડો થતાં આ ત્રણ કેદીઓએ અહેમદ સૈયદને માર માર્યો હતો. આ ઝઘડામાં આતંકીને આંખ તેમજ મોઢાના અને શરીરના અન્ય ભાગે ઇજા પહોંચી હતી.
જેને લઈને આતંકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મારમારીના આ બનાવને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. કઈ બાબતે મારમારી થઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.અહેમદ સૈયદનું નિવેદન નોંધીને ત્રણ અન્ય કેદી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.