શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં શિક્ષણ અને કર્મચારીઓના મુખ્ય પ્રશ્ર્નોની ઉગ્ર રજૂઆત
9મા અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) અધિવેશનનું સફળતાપૂર્વક આયોજન કેશવ વિધાપીઠ જામડોલી જયપુર રાજસ્થાન ખાતે કરવામાં આવ્યું, જેમાં દેશભરમાંથી આવેલા શિક્ષકો અને શિક્ષણવિદોએ શિક્ષણ ક્ષેત્રે અને કર્મચારીઓના હિતને લગતા અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરી અને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મૂકી હતી જેમાં રાજકોટ જિલ્લામાંથી અધ્યક્ષ સંજયભાઈ હુંબલ, મહામંત્રી સાગરભાઈ પોપટ, સંગઠન મંત્રી માકડિયા મનીષભાઈ, વરિષ્ઠ ઉપાધ્યક્ષ હિરેનભાઈ વ્યાસ, htat અધ્યક્ષ જીતેન્દ્રભાઈ મહેતા, રાજકોટ મહાનગર અધ્યક્ષ મુકેશભાઈ ડાંગર, મહામંત્રી વેકરીયા આશિષભાઈ એમ 7 પદાધિકારી હાજર રહ્યા હતા.
ABRSM GUJARAT ના પ્રાંત મહામંત્રી પરેશભાઈ આર પટેલ દ્વારા જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવી: 2005 પછીના તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) પુન:સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો, જે કર્મચારીઓની નિવૃત્તિ પછીની સુરક્ષા માટે આવશ્યક છે. વન નેશન વન એજ્યુકેશન પોલિસી: સમગ્ર દેશમાં શિક્ષણની ગુણવત્તા અને માળખામાં સમાનતા લાવવા માટે 39;વન નેશન વન એજ્યુકેશન પોલિસી (One Nation One Education Policy) લાગુ કરવાની માંગ કરાઈ.
NEP અંતર્ગત વિધાર્થી શિક્ષક રેશિયાનું અમલીકરણ કરવા રજૂઆત કરવામાં આવી. ઘટ શિક્ષકોની નિયમિત કાયમી ભરતી કરવા રજૂઆત કરવામાં આવી અને ઙખ શાળાઓની પસંદગી પ્રક્રિયાને વધુ પારદર્શક અને વ્યાપક બનાવવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકાની જરૂૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.