જૂનાગઢના સોંદરડા ગામ નજીક બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ
જૂનાગઢના કેશોદ પાસે આવેલ સોંદરડા ગામ નજીક એક બારદાનના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ ઉભો થવા પામ્યો હતોઆજ રોજ વહેલી સવારના સુમારે જૂનાગઢના કેશોદ પાસે આવેલ સોંદરડા ગામ નજીક આવેલ બારદાનના એક ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી હતી. જેને લઇને સ્થાનિકો દ્વારા ગોડાઉનના માલિકને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. અને કેશોદ નગરપાલિકા દ્વારા પણ ફાયર વિભાગની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ફાયર વિભાગ ની ટીમના કલાકો ની જાહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. છતાપણ આ અકસ્માતમાં લાખો રૂૂપિયાના બારદાન બળીને રાખ થઇ જવા પામ્યા હતા. ઉપરાંત આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ હોવાની વિગતો સાંપડી રહી નથી.
આ આગની ઘટનાના મામલે ગોડાઉન માલિક ભરત લાડાણીયા જણાવ્યું હતું કે કેશોદ નજીક સોંદરડા ઉદ્યોગનગરમાં મારું ગોડાઉન છે સ્થાનિક લોકો મારફત મારા ગોડાઉનમાં આગ લાગ્યાની મને જાણ થય હતી.મને મારા ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ થતાજ હું તાત્કાલિક ગોડાઉને પહોચ્યો હતો.આગના કારણે લાખો રૂૂપિયાની નુકસાની થઈ હોવાનું હાલ અનુમાન છે. કેશોદ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી એ જણાવ્યું હતું કે
વહેલી સવારે કંટ્રોલ રૂૂમમાં ફોન આવ્યો હતો.કે કેશોદ નજીકના સોંદરડા સોંદરડા ઉદ્યોગ નગર ખાતે આવેલા બારદાનના ગોડાઉનમાં આગ લાગી છે. આ મેસેજના પગલે તાત્કાલિક અમારી ફાયર વિભાગની ટીમ સોંદરડા ઉદ્યોગનગર ખાતે દોડી ગઈ હતી અને સ્થળ પર પહોંચી અમારી ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. હાલ આગ સંપૂર્ણ પણે કાબુમાં આવી ગઈ છે અને આ આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.