રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

10:19 AM Nov 16, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

22 લોકોના શ્ર્વાસ રૂંધાતા હોસ્પિટલમાં ખસેડાયા, એક મહિલાનું મોત, ફટાકડાના કારણે 8માં માળે લાગેલી આગ 22માં માળે પહોંચી

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી 22 માળની રહેણાંક ઇમારતના એક માળે શુક્રવારે રાત્રે 10:30 થી 11 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગએ વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. જોકે, ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમોએ તમામ લોકોને બચાવી લીધા હતા. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરાયેલ લોકોમાં એક મહિલાનું મોત નિપજ્યુ હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, શહેરના બોપલ વિસ્તારમાં આવેલી 22 માળની રહેણાંક ઈમારત પઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગથના બી વિંગમાં 8મા માળે ભીષણ આગ લાગી હતી. આગએ વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. આગ 22માં માળ સુધી પહોંચી હતી.

ગઈકાલે રાત્રે અમદાવાદના બોપલમાં આગની ઘટનાથી દોડધામ મચી ગઇ હતી. આગમાં ફસાયેલા 200 લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા, 22 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે કમનસીબે મીનાબેન શાહ નામની એક મહિલાનું રેસ્ક્યુ દરમિયાન જ મૃત્યુ થયુ છે. મળતી માહિતી મુજબ આ મહિલાને હાર્ટમાં બ્લોકેજ હોવાથી સ્ટેન્ટ મૂકાયુ હતું, રેસ્ક્યુ દરમિયાન તેમની તબિયત વધુ ગંભીર બનતા મોત નિપજ્યું છે. મીનાબેનના પતિ કમલેશ શાહને પણ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉપરાંત 8 થી 10 વર્ષની એક બાળકી પણ આઇસીયુમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનિય છે કે, મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હોવાના કારણે હોસ્પિટલ ખસેડાયા છે, આગના કારણે કોઈ દઝ્યું કે ઇજાગ્રસ્ત ન હોવાનો ચેરમેને દાવો કર્યો છે. એમ બ્લોકના 8માં માળે લાગેલી આગ 21માં માળ સુધી પ્રસરી હતી,ઘટના બાદ હાલ એમ બ્લોક સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. એમ બ્લોક ના લોકોની રહેવા અને જમવાની વ્યવસ્થા સોસાયટી દ્વારા કરવામાં આવી છે.

ઈસ્કોન પ્લેટીનમના એમ બ્લોકમાં લાગી હતી, આ 8માં માળે લાગેલી આગ 22માં માળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં આગ ફટાકડાના કારણે લાગી હોવાનુ સામે આવ્યું છે. ઘટનાના જાણ થતાં 50થી વધુ ફાયર જવાનોનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બિલ્ડિંગમાં ફસાયાલે લોકોને સહી સલામત રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.

ઈલેક્ટ્રિક ડકટ્માં લાગેલી આગ પ્રસરી જતા 17માં માળે આખુ ઘર બળી ગયું
અમદાવાદના ઇસ્કોન પ્લેટીનમ બિલ્ડીંગમાં આઠમાં માળે ફલેટની બાજુમાં આવેલ ઇલેકટ્રીક ડકટ્માં આગ લાગી હતી. જે આગ પ્રસરી જતા ઉપર 22માં માળ સુધી પહોંચી ગઇ હતી. આ આગને લીધે આખી ડકટ્ે બળીને ખાખ થઇ ગઇ હતી. ડકટ્ને આધારે આગ 17માં માળે એક ફલેટમાં પણ અંદર ફેલાઇ ગઇ હતી તેને લીધે આખુ ઘર બળીને ખાખ થઇ ગયું હતું. અંતે ફાયરબ્રિગેડના 50થી વધુ જવાનો અને 8 જેટલા ફાયર ફાયટરોએ મળીને આગ પર કાબુ મેળવ્યો હતો.

Tags :
AhmedabadAhmedabad newsBopal Platinum Firefiregujaratgujarat newsISKCON Platinum building
Advertisement
Next Article
Advertisement