રાજકોટ-મહેબૂબનગર અને ઓખા-મદુરાઇ વચ્ચે સોમવારથી દોડાવાશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે અને રાજકોટ-મહેબૂબનગર અને ઓખા-મદુરાઈ વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 09575 રાજકોટ-મહેબૂબનગર સ્પેશિયલ 3 નવેમ્બર, 2025 થી લઈને 24 નવેમ્બર, 2025 સુધીના સમયગાળા દરમિયાન પ્રતિ સોમવારે રાજકોટથી 13.45 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 20.00 કલાકે મહેબૂબનગર પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર 09576 મહેબૂબનગર-રાજકોટ સ્પેશિયલ 4 નવેમ્બર, 2025 થી લઈને 25 નવેમ્બર, 2025 સુધીના સમયગાળા દરમિયાન પ્રતિ મંગળવારે મહેબૂબનગરથી 23.00 કલાકે પ્રસ્થાન કરશે અને ગુરુવારે 05.00 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ઉધના, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, અકોલા, વાશિમ, હિંગોલી, બસમત, પૂર્ણા, નાંદેડ, મુદખેડ, ધરમાબાદ, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી, મેડચલ, કાચીગુડા, શાદનગર અને જડચર્લા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં સેક્ધડ એસી, થર્ડ એસી, સેક્ધડ સ્લીપર અને જનરલ કોચ રહેશે.
ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સ્પેશિયલ 3 નવેમ્બર, 2025 થી લઈને 24 નવેમ્બર, 2025 સુધીના સમયગાળા દરમિયાન પ્રતિ સોમવારે ઓખાથી 22.00 કલાકે પ્રસ્થાન કરશે અને ગુરુવારે 11.40 કલાકે મદુરાઈ પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા સ્પેશિયલ 7 નવેમ્બર, 2025 થી લઈને 28 નવેમ્બર, 2025 સુધીના સમયગાળા દરમિયાન પ્રતિ શુક્રવારે મદુરાઈથી 04.00 કલાકે રવાના થશે અને રવિવારે 10.20 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂૂચ, ઉધના, નંદૂરબાર, આમલનેર, જલગાંવ, ભુસાવલ, અકોલા, પૂર્ણા, એચ સાહિબ નાંદેડ, નિઝામાબાદ, કાચીગુડા, મહેબૂબનગર, ડોન, ગૂટી, રેનિગુંટા, કાટપાડી, વેલ્લોર છાવણી, તિરુવન્નામલાઈ, વિલુપુરમ, શ્રીરંગમ, તિરુચિરાપલ્લી, મણપ્પારૈં, ડિંડીગુલ અને કોડાઈકેનાલ રોડ સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં સેક્ધડ એસી, થર્ડ એસી, સેક્ધડ સ્લીપર અને જનરલ કોચ રહેશે.
ટ્રેન નંબર 09575 રાજકોટ-મહેબૂબનગર સ્પેશિયલ અને ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સ્પેશિયલનું બુકિંગ 1 નવેમ્બર, 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટરો પર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર જાણકારી માટે યાત્રીઓ કૃપા કરીને ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ પર જઈને અવલોકન કરી શકે છે.
