For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચીખલીની પ્રાથમિક શાળાના મહિલા, પુરુષ શિક્ષક મૃત હાલતમાં મળ્યા

04:25 PM Apr 29, 2025 IST | Bhumika
ચીખલીની પ્રાથમિક શાળાના મહિલા  પુરુષ શિક્ષક મૃત હાલતમાં મળ્યા

શિક્ષિકાની હત્યા કરી શિક્ષકે આપઘાત કર્યાની આશંકા

Advertisement

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે. વાંદરવેલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે શિક્ષકો મૃત હાલતમાં મળી આવ્યા છે. 45 વર્ષીય શિક્ષિકા લતા પટેલના ઘરેથી તેમનો અને તેમના મિત્ર શિક્ષક છોટુ પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ પાડોશીઓએ ચીખલી પોલીસને કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહનો કબ્જો લીધો હતો.

સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે છોટુ પટેલે પહેલા લતા પટેલની હત્યા કરી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી. જો કે, મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આ કેસની તપાસ શરૂૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે. પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement