For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહિલા સહાયક BLO ચાલુ ફરજે ઢળી પડતાં મોત

06:47 PM Nov 22, 2025 IST | Bhumika
મહિલા સહાયક blo ચાલુ ફરજે ઢળી પડતાં મોત

કોડીનારમાં BLOની કામગીરીથી કંટાળી શિક્ષકે કરેલા આપઘાતની શાહી હજુ સૂકાઇ નથી. ત્યાં વડોદરાની એક સ્કૂલમાં બી.એલ.ઓ. સહાયક તરીકે કામગીરી કરતા મહિલા કર્મચારીનું ચાલુ ફરજે ઢળી પડવાથી મૃત્યુ નિયજ્યું હતું.
મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી છે, જેઓ ગોરવા મહિલા આઈટીઆઈ (ITI)ખાતે નોકરી કરતા હતા અને આજે સવારે કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતા. ઉષાબેન સહાયક કામગીરી કરતાં હતા તે દરમ્યાન અચાનક ઢળી પડ્યા અને ત્યારબાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા છે.

Advertisement

હાલમાં પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મોતનું સાચું કારણ શુ પરંતુ હાલમાં હાર્ટ એટેકની આશંકા છે.

મળતી માહિતી મુજબ, ઉષાબેન સોલંકી મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની હતા અને હાલમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા હતા. આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement