For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

GMERS મેડિકલ કોલેજોના ફી વધારાની ફેરવિચારણા થશે

12:59 PM Jul 13, 2024 IST | Bhumika
gmers મેડિકલ કોલેજોના ફી વધારાની ફેરવિચારણા થશે
Advertisement

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (GMER) સંચાલિત 13 મેડિકલ કોલેજમાં MBBSની ફીમાં કરવામાં આવેલા અસહ્ય વધારા સામે રાજ્યભરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. એવામાં આ વિવાદના લીધે રાજ્ય સરકાર દ્વારા ફી વધારાને લઈને ફેરવિચારણા કરવાનો વારો આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા હવે નવો પરિપત્ર બહાર પાડી નવી ફી ની જાહેરાત કરવામાં આવશે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે, ફી વધારા અંગે રાજ્ય સરકાર વચ્ચે જ્યારે પણ ચર્ચા થાય ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓ અને તેના પરિવાર આસ્વસ્થ બન્યા રહે. કેમ કે સરકાર દ્વારા અનેક યોજના થકી ફીમાં ફાયદો કરી આપવામાં આવે છે. આ સાડા પાંચ લાખ ફી કેમ કરી છે એના જસ્ટીફિકેશન સાથે જે સૂચન આવે તેની સાથે નવો પરિપત્ર જાહેર કરાશે.
વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ફી વધારા સંદર્ભમાં વિદ્યાર્થી, વાલી મંડળ, આઈ.એમ.એ, એન. એમ. ઓ તરફથી જે રજૂઆત પ્રાપ્ત થઈ છે તેના પર ચર્ચા કરીને નવી ફીની જાહેરાત કરવામાં આવશે. જ્યારે નવા પરિપત્ર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં જે નિર્ણય લેવાનો હશે તે લેવામાં આવશે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા 28 જૂનના મેડિકલ કોલેજ ની ફીમાં તોતિંગ વધારો કરાયો હતો. આ ફી વધારામાં GMERજ મેડિકલ કોલેજ ના સરકારી કોટાની વાર્ષિક ફીસ 3.30 લાખથી વધારી 5.50 લાખ કરવામાં આવી હતી. જ્યારે મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરવામાં આવી હતી. તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી 22 હજાર યુ. એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement