For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

5 જિલ્લાની 55 શાળામાં ફી વધારો મંજૂર

12:07 PM Jan 10, 2025 IST | Bhumika
5 જિલ્લાની 55 શાળામાં ફી વધારો મંજૂર

25 શાળાઓએ 10 હજારથી 58 હજારનો વધારો માંગ્યો

Advertisement

સૌરાષ્ટ્રની ફી નિર્ધારણ સમિતિ દ્વારા 58 શાળાની ફી વધારાની માંગણી ફગાવાઇ

ગુજરાત સરકારની ફી નિર્ધારણ કમિટિ (એફઆરસી) દ્વારા સૌરાષ્ટ્રની કેટલીક શાળાઓની ફી નિયત કરવામાં આવી છે. જેમાં પાંચ જિલ્લાની 55 શાળાઓની ફીમાં વધારો મંજુર કરાયો છે તો 58 શાળાઓનો ફી વધારો નામંજુર કરાયો છે. બીજી તરફ 25 શાળાઓએ રૂા.10 હજારથી માંડી 58 હજાર સુધીનો ફી વધારો માંગ્યો છે.
સૌરાષ્ટ્રની 25 શાળાઓએ એફઆરસી પાસે ફીમાં તોતિંગ વધારો માંગ્યો છે. ખાનગી અને સરકારી શાળાઓના ફી વધારા અંગે ફાઇલનાં અભ્યાસ પછી જે તે શાળાની ફી નક્કી થતી હોય છે. તેવામાં શાળાઓએ 10 થી 50 હજાર સુધીના વધારાની માંગ કરી છે.

Advertisement

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્રની ફી નિયમન સમિતિ દ્વારા વર્ષે અલગ-અલગ સ્કૂલના વર્ગ, પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મુજબ 5000થી વધુ ખાનગી શાળાઓની ફાઈલનો અભ્યાસ કરી જે-તે ખાનગી શાળાઓની ફી નક્કી કરતી હોય છે. સૌરાષ્ટ્રની 25 જેટલી શાળાએ એફઆરસી પાસે ફીમાં તોતિંગ વધારો માગ્યો છે. શાળાઓએ 10 હજારથી લઈને 50 હજાર સુધીનો ફી વધારા માટે ફી નિયમન સિમિતિ પાસે મંજૂરી માગી છે. શાળાની માંગ પરથી એક વાત તો ચોક્કસ નક્કી છે કે આવનારા દિવસોમાં વાલીઓ પર ફી વધારાનો વધુ એક બોજ પડી શકે.

સૌરાષ્ટની ફી નિયમન સમિતિએ સૌરાષ્ટ્રની 28 શાળાઓની ફીમાં કોઈ વધારો કર્યો નથી અને 7 શાળાની ફીમાં ઘટાડો કર્યો છે. આ સમિતિએ કુલ 5 જિલ્લાની 55 શાળાઓમાં ફી વધારો કર્યો છે. ફી નિયમન સમિતિ દર વર્ષે ખાનગી અને સરકારી શાળાઓની ફાઇલોના અભ્યાસ બાદ ફીમાં વધારો કરવો કે ઘટાડો અને કેટલો તે નક્કી કરતી હોય છે.સૌરાષ્ટ ફી નિયમન સમિતિ પાસે કુલ 25 શાળાઓને ફીમાં તોતિંગ વધારો માંગ્યો છે, આ શાળાઓએ કુલ 10 હજારથી 50 હજાર સુધીનો વધારો માંગ્યો છે. ફી નિયમન સમિતિએ વિવિધ શાળાની 1200 જેટલી ફાઈલ ક્લીયર કરી છે. ત્યારે ચાલો જાણીએ કે કઈ શાળાઓએ કુલ કેટલા ફી વધારાની માંગણી કરી છે.

કઈ શાળાએ માંગ્યો કેટલો વધારો ?

રાજકોટ
શ્રી શ્રી એકેડમી અંગ્રેજી માધ્યમ-28,565
સ્વામિનારાયણ ગુરુકુળ ઈન્ટર નેશનલ-24,050
સાધુ વાસવાણી સ્કૂલ ફોર ગર્લ્સ-12,890
મહાત્મા ગાંધી સ્કૂલ-30,800
જ્ઞાનદીપ વિદ્યાધામ-12000

વિરપુર
દિલ્લી વર્લ્ડ પબ્લિક સ્કૂલ-16,500

ધોરાજી
રોયલ ગર્લ્સ સ્કૂલ-58,800

જામનગર
ક્રિષ્ના સ્કૂલ-58,800
કે.એમ.ગોરસાણી ઈન્ટરનેશનલ સ્કૂલ-15,740
પ્રાઈમ ઉચ્ચતર માધ્યમિક શાળા-16,800

ધ્રોલ
એમ.ડી.મહેતા સાયન્સ સ્કૂલ-12000

સિદસર
નૈમિષારણ્ય અંગ્રેજી માધ્યમ સ્કૂલ-24,896

ભાવનગર
એમ.એલ.કાકડિયા સ્કૂલ-24,480
સેન્ટ ઝેવિયર્સ સીએમઆઇ સ્કૂલ-17,532

જૂનાગઢ
આર.એસ.કાલરિયા સ્કૂલ-18,400

કેશોદ
પાર્થ ગુજરાતી માધ્યમ સ્કૂલ-12,300

પોરબંદર
લર્નિંગ ટ્રીઝ ગ્લોબલ સ્કૂલ-16,599

બોટાદ
સહજાનંદ હાઈસ્કૂલ-23,500

હળવદ
તક્ષશિલા સ્કૂલ-10,500

Advertisement
Tags :
Advertisement
Advertisement