ભાવનગરના સરતાનપર ગામે લઠ્ઠાકાંડની દહેશત
ભાવનગર જિલ્લાના તળાજાના સરતાનપર બંદર ગામે ત્રણ દિવસ પહેલા મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલ ગ્રામ સભામાં ગામની અંદર ઠેરઠેર ધમધમતી દેશી દારૂૂના હાટડીઓ બંધ કરાવવા ઉઠેલી માગ બાદ સરપંચ હરેશભાઇ વેગડ દ્વારા તળાજા પોલીસ,ધારાસભ્ય,એસ.પી અને કલેક્ટર સુધી મહિલાઓ ને લઇ જઇ દારૂૂ બંધીનો સખ્તાઈ થી અમલ થાય તેવી કરેલ જાહેરાત આજે પાળી બતાવી હતી.
વાહનમાં મહિલાઓ અને પુરૂૂષો ભરીને તળાજા પો.ઇ એ.બી.ગોહિલને લેખિત રજુઆત કરી હતી.જેમાં દારૂૂના કારણે નાની ઉંમર થી લઇ મોટી ઉમર ની મહિલાઓ મળી 700 જેટલી વિધવા બની છે.
સરપંચ એ પોલીસ મથકની અંદરજ જણાવ્યું હતુ કે એકજ દિવસમા આથો આવી જાય તેવી વસ્તુઓ વાપરવામા આવે છે.જેને લઇ એકજ પોટલી પીવે ત્યાં યુવાનો ભર બજારે લથડીયાખાઈને ઢળી પડેલા જોવા મળે છે.લઠ્ઠાકાંડની દહેશત તેઓએ વ્યક્ત કરી હતી.
સરતાનપર બેઠક પરથી ભાજપ પક્ષે તાલુલા પંચાયત મા ચૂંટાયેલા હંસાબેન પોપટભાઈ એ રડમસ અવાજે કહ્યું હતુંકે ઘરના દારૂૂડિયા સભ્યો કશું રહેવા દેતા નથી.બાળકો ની હાજરીમાજ માર કુટ કરવા લાગેછે.દારૂૂ બંધ કરવોની ભાજપનાજ મહિલા એ માગ કરી હતી.
મથુરાબેન મકવાણા નામના મહિલાએ જણાવ્યું હતુ કે ગામમાંજ દારૂૂ પાડવામાં આવે છેને દસથી પંદર સ્થળે વેચવામાં આવે છે.દારૂૂડિયાનો ત્રાસ એટલો બધો છેકે દાડીએ જતી બહેન દીકરીને નીકળવું મુશ્કેલ થાય છે.રસ્તામાં ઉભા રહીને દારૂૂના પીવા માટે રૂૂપિયા લૂંટી લે છે.દારૂૂના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે.
ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ એ જણાવ્યું હતુ કે સરતાનપરમા દારૂૂના દુષણને લઈ પોતાની પાસે આવેલ રજુઆતના પગલે પોલીસ અમલદારને સૂચના આપેલ જેને લઈ 42 વખત રેડ કરવામાં આવી છે.દારૂૂના કારણે 700 મહિલાઓ વિધવા બની છે એ આંકડાઓ સરપંચના ખોટા છે.ધારાસભ્ય એ ગ્રાઉન્ડ ઝીરો રિપોટિંગ મેળવ્યું હોય તે રીતે તેઓએ જણાવ્યું હતુંકે 437 વિધવા બહેનો છે.જેમાં 30 થી 50 વર્ષની ઉંમર ની જે બહેનો છે તે 60 જેટલી છે.ગામની અંદર દારૂૂ નું દુષણ કડક હાથે ડામી દેવામાં આવે તે માટે હંમેશા સક્રિય રહીશ.