ઉપલેટાની દુકાનમાં વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતા ભયનો માહોલ
માત્ર બે મહિના પહેલા જ ઉપલેટા શહેરના મુખ્ય રાજમાર્ગ પર જીઈબી બંબા ગેટ ઓફિસ સામે નવી દુકાન 20,000 રૂૂપિયાના ભાડામાં શરૂૂ કરેલ મુરલીધર કી એન્ડ કોલ્ડ નામની દુકાનમાં અચાનક વિસ્ફોટ થતા આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા આસપાસના દુકાનદારો સાથે દુકાન માલિક ડેવિશ પંકજભાઈ વૈધ નામનો 38 વર્ષીય યુવક પણ ભભુકી ઉઠેલ આગને ઠારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે ડેવિશ વૈદ મોઢા અને હાથ તેમજ પગના ભાગે દાઝી જતા સારવાર અર્થે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં વધુ ગંભીર રીતે દાઝી જવાના કારણે જુનાગઢ રીફર કરવામાં આવેલ.
આગ લાગવાને કારણે ઉપલેટા નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ ઠારવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા બે મહિના પહેલા જ ફર્નિચર બનાવવામાં આવેલ જેનું એક મહિના સુધી ફર્નિચર બનાવવાનું કામ ચાલુ હતું તે તમામ ફર્નિચર તેમજ સર સામાન બળીને ખાખ થઈ ગયો હોય જેને લઈને 3.50 થી 4 લાખ રૂૂપિયાની નુકસાની થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. આગ લાગવાનું કારણ પોટાશને લીધે વિસ્ફોટ થયો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે પરંતુ હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે જે પોલીસ તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. તમાશા ને તેડું ન હોય તેમ આગ લાગવાને કારણે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.