ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હળવદ પંથકમાં ગૃહકંકાસમાં પિતાએ 13 માસના પુત્રનો ઘા કરી પતાવી દીધો

11:40 AM Mar 12, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

પતિ પત્ની વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી લેતા ઝઘડો ગંભીર બની ગયો અને એ બન્નેના ઝઘડામાં 13 મહિનાના પુત્રની હત્યા થઇ હોવની ઘટના સામે આવી છે
બનાવની મળતી માહિતી મુજબ હળવદના ટીકર રણમાં મજુરી કરવા આવેલ ધ્રાંગધ્રાના કુડા ગામના વતની અસગર માણેક નામના યુવાન ના ઘર પાસે લગ્ન પ્રસંગ હતો અને તે દરમિયાન તેની પત્ની અમીના બીજા યુવાનો સાથે હસી મજાક કરી વાતો કરતી હતી જે બાબતે ગત રાત્રીના પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઝઘડો વધુ ઉગ્ર બની ગયો હતો આ અંગેની જાણ અમીનાના પિતાને જાણ થતા તેઓ ત્યાં પહોચ્યા હતા અને તેમની દીકરી જમાઈ વચ્ચે વધુ ઝઘડો ન થાય એટલે ઘરે લઇ જવા અમીનાબેનના પિતા આવ્યા હતા સવારે અમીનાબેન તેમના કપડા પેક કરતા હતા આ દરમિયાન અસગર ત્યાં પહોચ્યો હતો અને તેના દોઢ વર્ષના પુત્ર અરમાનને રમાડવાના બહાને લઇ લીધો હતો બાદમાં અરમાનનો ઘા કર્યો હતો તેમજ અને અરમાન બાવળ સાથે અથડાતા તેને ગંભીર ઈજા પહોચતા તેનું મોત થઇ ગયું હતું બનાવની જાણ થતા હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને ગુન્હો નોધવા તેમજ આરોપી પિતાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા મૃતકના નાનાએ આક્ષેપ કર્યો હતો કે આરોપી અસગર તેના પુત્ર અને ભાણેજની હત્યા કરવાના ઈરાદે આવ્યો હતો અને તેના ભાણેજને જીવતા દાટવાનો પ્રયાસ કર્યો હતો જોકે આસપાસની મહિલાઓને જાણ થતા તેને બચાવી લીધો હતો જોકે આરોપી પિતા પર જાણે જનુન સવાર થયું હોય તેમ ગમે તેમ કરી પુત્રની હત્યા કરી હતી.

Advertisement

 

Tags :
gujaratgujarat newsHalavadHalavad news
Advertisement
Advertisement