ચોટીલામાં એક સંતાનના પિતાનો સગીરા સાથે ગળેફાંસો ખાઇ આપઘાત
જીવાપરનો પરિણીત યુવાન અને સગીરા છ દિવસ પૂર્વે ગુમ થયા બાદ સજોડે આપઘાત કરી લેતા ચકચાર
ચોટીલાનાં જીવાપર ગામની સીમમાં પ્રેમાંધ પરણીત યુવાન અને સગીરાએ વૃક્ષની ડાળીએ ફાસો ખાઈ આત્મઘાતી પગલું ભરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગત. તા. 3 /ના રોજ આકડીયા ગામની સગીર યુવતી ને જીવાપરનો પરણિત યુવાન વિક્રમ જયસુખ ભાઇ પરાલીયા ભગાડી ગયાની પોલીસ ફરિયાદ ગત તા. 6/ના રોજ નાની મોલડી પોલીસમાં નોંધાયેલ જેના બીજા દિવસે સવારે જીવાપરના સીમ વિસ્તારમાં વૃક્ષ સાથે યુવાન અને યુવતી ફાસો ખાઈ લટકતા હોવાની જાણ થતાં નાની મોલડી પીઆઇ એન. એસ. પરમાર તથા સ્ટાફના માણસો દોડી ગયા હતા અને બંન્ને ના મૃતદેહ ને નીચે ઉતારી પીએમ ની તજવીજ બાદ મૃતદેહોને અંતિમ વિધી માટે પરિવારજનોને સોપેલ હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે તેમજ મરતા પહેલા બંન્ને સામાજિકતા ને કારણે એક નહીં થવાય તેથી આત્મઘાતી પગલા પહેલા યુવતીના સેથામા સિંદૂર પુરી, આવતા ભવના કોડ સાથે જીવન ટૂંકાવ્યાનું અનુમાન છે. પોલીસને મોત ને ભેટતા પહેલા બંને પ્રેમીઓએ તેમના નામ સાથે લખેલ સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં જણાવ્યું છે કે તા. 6/10/25 ને સોમવાર અંમે બંને પોતાની મરજીથી આપઘાત કરીએ છીએ કોઈના કહેવાથી નઇ કે ધમકીથી નઇ પોતાની મરજીથી અને બંને પરીવાર કેસનો કરતા એટલી વીનંતી. જયસુખભાઇ અને વનરાજભાઇ બંને બાજતા નાઈ એટલી નમ્ર વિનંતી છે અમારી મૃત્યુને ભેટેલ યુવાન પચ્ચીસ વર્ષનો પરણીત હતો. જેના ગૃહ સંસારમા તેની પત્ની અને અઢી વર્ષ નો દિકરો નોધારા થયેલ છે.