રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રેમિકા સાથે કેનાલમાં ઝંપલાવનાર પુત્રને બચાવવા પિતા કુદ્યા, પિતા-પુત્રનું મોત

06:34 PM Feb 07, 2024 IST | Bhumika
Advertisement

જામનગરથી મોરબી ભાગીને આવ્યા હતા પરિણીત પ્રેમીઓ, પ્રેમિકા સારવારમાં

Advertisement

મોરબીની લખધીરપુર રોડ પર કેનાલમાંથી પિતા પુત્રના મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે તો બનાવ અંગેની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસની ટીમ દોડી આવી તપાસ ચલાવી છે તો પ્રેમી પંખીડા કેનાલમાં પડ્યા હોય જેને બચાવવા યુવાનના પિતા પડતા બંનેને બચવવા પડતા પિતા પુત્રના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે યુવતિનો બચાવ થવા પામેલ છે.

મળતી માહિતી મુજબ ગઈકાલે મોરબીના લખધીરપુર રોડ પર કેનાલમાં પિતા પુત્ર ડૂબ્યા હોવાની માહિતી મળતા જ શોધખોળ હાથ ધરવામાં આવી હતી જે બાદ આજે સવારના સુમારે પિતા પુત્રના મૃતદેહ મળી આવ્યા હતા જેમાં ભરતભાઈ જેસિંગભાઈ લકુમ(વાંજા) (ઉ.45) અને તેનો દીકરો કિશન (ઉ.22)ના મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસના તપાસ અધિકારી જસપાલસિંહ જાડેજા સહિતની ટીમે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે

તો સુત્રોમાંથી માહિતી મળી હતી કે કિશન જામનગરનો રહેવાસી છે અને અમદાવાદની રહેવાસી નેહા સાથે પ્રેમ સંબધમાં હોય અને તેને ભગાડીને 2-3 દિવસ પહેંલા મોરબી લાવ્યા બાદ બંને પેકેજીંગના કારખાનામાં રહેતા હતા.બનાવમાં કોઈ કારણોસર પ્રેમી પંખીડા કેનાલમાં ઝ્મ્પ્લાવ્યું હતું જેની જાણ કિશનના પિતાને થતા તે પણ કેનાલમાં બંનેને બચાવવા માટે કુદી પડ્યા હતા અને કેનાલમાંથી બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હોય જેમાં નેહા કેનાલની બહાર નીકળી શકી હતી તો બંને પિતા ભરતભાઈ અને પુત્ર કિશન કેનાલમાં ડૂબી જતા બંનેના મૃત્યુ નીપજ્ય હતા.હાલ પિતા પુત્રના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે યુવતિનો બચાવ થવા પામ્યો હતો અને તેને હોસ્પિટલમાં ખસેડવાામં આવી છે.

મળતી માહિતી મુજબ મૃતક કિશન લકુમ પરિણીત છે અને યુવતિ પણ પરિણીત હોય બંન્ને વચ્ચે પ્રેમ થઇ જતા છેલ્લા વીસેક દિવસથી જામનગરથી ભાગીને મોરબીમાં લખધીરપુર રોડ ઉપર રહેવા આવી ગયા હતા. પરિણામે ગઇકાલે કિશનના પિતા ભરતભાઇ તથા યુવતિના કાકા બંન્નેને સમજાવી પોત પોતાને ઘેર લઇ જવા આવ્યા હતા.

દરમિયાન હવે બંન્નેને વિખુટા પડવુ પડશે તેવા ભયથી આજે સવારે તેના ઘર નજીક જ આવેલી કેનાલમાં બંન્નેએ ઝંપલાવી દીધુ હતુ અને તેને બચાવવા કિશનના પિતાએ ડેમમાં કુદાવ્યુ હતુ પરંતુ તરતા નહીં આવડતુ હોવાથી કિશન અને તેના પિતાના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. જ્યારે યુવતિનો બચાવ થયો હતો.

Tags :
gujaratgujarat newsmorbimorbi newssuicide
Advertisement
Next Article
Advertisement