તળાજામાં સસરાએ દારૂ છોડ્યો, બચેલા પૈસાની ગં.સ્વ.પુત્રવધૂએ ગરબીમાં લ્હાણી કરી
ભાવનગર જિલ્લાના તળાજા ના અનેક પરિવારો ઘરના એક સભ્યના દારૂૂ ના સતત સેવન ના કારણે બદબાદ થઈ ગયા છે.નાની ઉંમરની મહિલાઓ વિધવા બની છે.ત્યારે દારૂૂ છોડવાથી પરિવાર મા કેવું પરિવર્તન આવે છે તેનો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે.નિયમિત દારૂૂ નું સેવન કરતા સસરા એ દારૂૂ મુકતા પુત્રવધુ ને ખ્યાલ અવ્યો કે તમે દારૂૂ છોડ્યો છે તે રકમ બચે છે તેનું નવરાત્રિ રમતી દિકરીઓને લ્હાણી કરીએ.જેમાં 38 દિકરીઓને વાસણ ભેટ આપી હતી.
તળાજા વાલ્મિકી વાસ ઝુંપડપટ્ટી ખાતે રહેતા અને મોટાભાગના સભ્યો છૂટક મજૂરી કરી ને જીવન નિર્વાહ ચલાવતા પરિવાર ની પ્રેરણાદાયી વાત છે.આજે દારૂૂ સહિત ની વિવિધ વસ્તુઓનું સેવન વધી રહ્યું છે તેવા પરિવાર માટે લાલબત્તી સ્વરૂૂપ કિસ્સા ની મળતી વિગતો મુજબ તળાજા હોમગાર્ડ મા ફરજ બજાવતા ઈશ્વર સરધારાનું કોરોના માં મૃત્યુથયું હતું.તેની યાદમાં નવરાત્રિ રમતી ઝૂંપડપટ્ટી વિસ્તાર ની 38 જેટલી દિકરીઓને વાસણ ની લ્હાણી કરવામાં આવી હતી.તેની પાછળ નું કારણ હતું ઈશ્વરના ગં. સ્વ.પત્ની અને પિતા. ઈશ્વર ના પિતા એ દારૂૂ નું વ્યાસ છોડી દેતા જે રૂૂપિયા ની બચત થાય છે તેનો સદુપયોગ સારા કામમાં કરવો જોઈએ તેવી સસરા પાસે પુત્રવધુએ વાત મૂકી હતી જેને સસરા એ વધાવી લીધી હતી.
જાહેર મા ભૂતકાળ અને સત્ય સ્વીકારવું એ મર્દાનગી નું કામ છે.આવું સત્ય સ્વીકારનાર સફાઈ કામની છૂટક મજૂરી કરતા પ્રાગજીભાઈ સરધારા એ જણાવ્યું હતુ કે વર્ષોસુધી દારૂૂ નું સેવન કર્યું.જેના કારણે પરિવાર મા આર્થિક સંકડામણ અને અશાંતિ નો માહોલ રહેતો હતો. છેલ્લા કેટલાક સમય થી દારૂૂ નો ત્યાગ કરી દીધી છે.જેથી ઘરમાં આનંદનો માહોલ છે.ઘરમાં આનંદ નો માહોલ હોય તોજ સારા વિચાર આવે.પુત્રવધુ ને સારો વિચાર આવતા દિકરીઓને લ્હાણી કરી ને પુણ્યનું ભાથું બાંધ્યું છે.તેઓએ ભૂતકાળ ને યાદ કરતા ઉમેર્યું હતુંકે દારૂૂ માણસ ને જ નહીં આખાય પરિવાર ને પી જાય છે.પરિવાર ની બરબાદી ન ઇચ્છતા હોવ તો વ્યસનથી દૂર રહેજો.