For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આખડતા આંખલાએ બાઈકને અડફેટે લેતા પુત્રની નજર સામે જ પિતાનું મોત

03:40 PM Feb 07, 2025 IST | Bhumika
આખડતા આંખલાએ બાઈકને અડફેટે લેતા પુત્રની નજર સામે જ પિતાનું મોત

Advertisement

બનાસકાંઠાના વાવ-(થરાદ)માં રખડતા ઢોર વધુ એક જીંદગીનો ભોગ લીધો છે. વાવ-થરાદમાં રખડતા ઢોરે શિંગડુ મારતા આધેડને શખ્સને ગંભીર ઇજા થતાં પુત્રની નજર સામે મોત નિપજયું હતું. રખડતા ઢોરના કારણે લોકો હજુ પણ ગંભીર ઘટનાનો ભોગ બની રહ્યા છે. કોર્ટ દ્વારા આ મામલે તંત્રને કડક કામગીરીના આદેશ અપાયા છે છતાં પણ રખડતા ઢોરની સમસ્યા હજુ પણ યથાવત છે. વાવ-(થરાદ)માં પિતા અને પુત્ર બાઈક લઈ માર્ગ પરથી પસાર થતા હતા. દરમ્યાન રસ્તા વચ્ચે આખડતા આખલા આવતા બચવા બાઈક ઉભું રાખ્યું ત્યાં આખલાએ આધેડને શિંગડું મારતા તેઓ નીચે પટકાયા.નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. આખલાના યુદ્ધથી બચવાનો પ્રયાસ કરવાં જતાં પુત્રની નજર સામે જ પિતા મોતને ભેટયા હતાં.

રખડતા ઢોરના કારણે માનવ જીંદગીઓ ભોગ બનતી હોવાથી આ મામલે કડક નિયમન કરવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા તંત્રને કડક આદેશ આપ્યા હતા. હાઈકોર્ટના આદેશ બાદ સરકારે કાર્યવાહી કરતાં રખડતા ઢોરને લઈને માર્ગદર્શિકા જારી કરી હતી. રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કર્યું હતું. તેમજ રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.આ ઉપરાંત પશુઓમાં ટેગ અને જાહેર રસ્તાઓ પર ઘાસચારાના વેચાણ અને પશુઓને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ લાદ્યો. છતા પણ તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે અસરકારક અમલ ના થતા ફક્ત દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે. આજે પણ રખડતા ઢોરની સમસ્યા યથાવત છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement