જામકંડોરણા પાસે છ વર્ષની પુત્રી સાથે પિતાનો નદીમાં ઝંપલાવી આપઘાત
ધોરાજી અને જામકંડોરણા વચ્ચે ભાદર નદી પર આવેલા પુલ ઉપરથી ઝંપલાવી પિતાએ પોતાની છ વર્ષની પુત્રી સાથે આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ હતી. જામકંડોરણા વચ્ચે ભાદર નદી પર આવેલા પુલ નીચે પાણી માંથી જૂનાગઢ રહેતા પિતા અને પુત્રી ની લાશ મળી આવી હતી. પોલીસ તપાસ કરતા છ વર્ષની બીમાર પુત્રીને કારણે ઘરમાં અવારનવાર ગુહકલેશ થતો હોય જેથી કંટાળી પુત્રી સાથે પિતાએ નદીમાં ઝંપલાવ્યાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. મળતી વિગતો મુજબ ધોરાજી અને જામકંડોરણા વચ્ચે ભાદર નદીનાં પુલ પર મોટરસાયકલ પડેલું હોય, જે બાબતે પોલીસને જાણ કરાતા તપાસ શરૂૂ કરાઈ હતી.
જેથી ભાદર નદીના પુલ નીચે પાણી માંથી જૂનાગઢ રહેતા પિતા અને પુત્રી ની લાશ મળી આવી હતી.જેમાં મૃતક પિતા સાથે પુત્રીને કપડાથી બાંધેલી હતી. પોલીસ દ્વારા ફાયરબ્રિગેડની મદદથી આ બંન્નેની લાશ બહાર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક પિતાનું ગફાર વિજળીવાળા (ઉ.વ. 45) પુત્રીનું નામ અનામ ફાતિમા (ઉ.વ. 6) હોવું અને તે જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા હતા. બીમાર પુત્રીને કરને ઘરમાં અવારનવાર કલેશ થતો હોય પિતાએ ગુહ કલેશથી કંટાળી ગઈ કાલે ઘરેથી આંટો મારવાનું કહી મોટરસાયકલ લઈને જામકંડોરણા આવ્યા હતા અને ધોરાજી વચ્ચે ભાદર નદીના પુલ ઉપરથી પુત્રી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. બન્નેની લાશ પુલ નીચેથી મળી આવતા ચકચાર મચી જવા કાઢી પામી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં માટે ખુલ્યું કે દીકરી બહુબિમાર રહેતી હોવાથી ગૃહકંકાશ વધી જતાં પિતાએ કંટાળીને અને અંતિમ પગલું ભર્યું હતુ.