પુત્રના વિરહમાં પિતાનો ઝેરી ટીકડા ખાઇ આપઘાત
શહેરમા નાણાવટી ચોકમા આવેલા કિસ્મત ચોકમા રહેતા વૃધ્ધે પુત્રના વિરહમા ઝેરી ટીકડા ખાઇ જીવન ટુકાવી લીધુ હતુ. વૃધ્ધના આપઘાતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરના 1પ0 ફુટ રીંગ રોડ પર આવેલા નાણાવટી ચોક પાસે કિસ્મત નગરમા રહેતા ભીખુભાઇ હરીભાઇ પટેલ નામના 70 વર્ષના વૃધ્ધ રાત્રીના નવેક વાગ્યાના અરસામા પોતાના ઘર પાસે આવેલા બાલાજી મંદિરના ઓટલા પર બેઠા હતા ત્યારે ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. વૃધ્ધને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયા હતા. જયા તેમનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
પ્રાથમિક પુછપરછમા મૃતક ભીખુભાઇ પટેલના પુત્રનુ અગાઉ ગળાની બીમારી સબબ મોત નીપજયુ હતુ પુત્રના મોત બાદ ગુમસુમ રહેતા વૃધ્ધે પુત્રના વિરહમા ઝેરી ટીકડા ખાઇ જીવન ટુકાવી લીધાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.