ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પિતા-બે પુત્રોને અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંક્યા

04:46 PM Feb 22, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

શહેરમાં ખાખીનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ અવારનવાર નજીવા પ્રશ્ને જીવલેણ હુમલાઓ થતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં રૈયાધાર મફતિયાપરામાં મધરાત્રે પારકો ઝઘડો જોવા ગયેલા પિતા પુત્રો ઉપર અજાણ્યા શખ્સો છરી વડે તૂટી પડ્યા હતા. હુમલામાં ઘવાયેલા પિતા પુત્રોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર મફતિયાપરામાં રહેતા મગનભાઈ હીરાભાઈ સરવૈયા (ઉ.વ.51), તેનો પુત્ર દિવ્યેશ મગનભાઈ સરવૈયા (ઉ.વ.21) અને રોનક મગનભાઈ સરવૈયા (ઉ.વ.19) રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે અજાણ્યા શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પિતા પુત્રોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત દિવ્યેશ સરવૈયા અને તેનો નાનો ભાઈ રોનક સરવૈયા ટી.એન. રાવ કોલેજમાં અભ્યાસ કરે છે.અને પિતા પુત્ર મધરાત્રે પોતાના ઘરે સુતા હતા ત્યારે ઘર બહાર ઝઘડો થતો હોવાનો અવાજ આવતા ત્રણેય પિતા પુત્ર પારકો ઝઘડો જોવા ગયા હતા ત્યારે દારૂૂના નશામાં છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે યુનિવર્સિટી પોલીસે ઇરાગ્રસ્ત પિતા પુત્રોની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

Tags :
crimecrime newsgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement