રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધ્રોલ નજીક એસટી પાછળ કાર ઘૂસી જતાં પિતા-પુત્રનાં મોત

02:29 PM Aug 29, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પડધરીના પિતા-પુત્ર સહિત ચાર વ્યક્તિ ખંભાળિયા જવા નીકળ્યા હતા

ધ્રોલની ભાગોળે સણોસરા પાટીયા પાસે એસટી બસ પાછળ કાર અથડાતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પડધરીના વૃધ્ધનુ ઘટના સ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ જેમાં ઇજાગ્રસ્ત પુત્રએ પણ રાજકોટ ખાતે સારવારમાં દમ તોડતા પરીવાર પર વજ્રઘાત થયો છે.જયારે અન્ય એકને ઇજા પહોચ્યાનુ સામે આવ્યુ છે.પોલીસે કારના ચાલક સામે અકસ્માત મામલે ગુનોનોંધ્યો છે.

પડધરી તાલુકાના અડબાલકા ગામે રહેતા સોંડાભાઇ બીજલભાઇ લાંબરીયા (ઉ.વ. 63) નામના વૃધ્ધ અને તેનો પુત્ર જગદિશભાઇ (ઉ.વ. 35) ઉપરાંત સાપર વેરાવળના ગોવિંદભાઇ ટોયડા તથા એક અજાણ્યો યુવક સહિત ચાર વ્યકિત એક કારમાં ખંભાળીયા જવા માટે નિકળ્યા હતા જે દરમિયાન આ કાર ધ્રોલની ભાગોળે સણોસરા પાટીયા પાસે પહોચતા આગળ જતી એક એસટી બસની પાછળ ઘડાકાભેર અથડાઇ હતી.

જે અકસ્માતમાં સોંડાભાઇને ગંભીર ઇજા થતા તેનુ ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજયુ હતુ.જયારે તેના પુત્ર સહિત બેને ગંભીર ઇજા થતા તુરંત સારવાર અર્થે હોસ્પીટલમાં લઇ જવાયા હતા. જેમાં આ ગંભીર ઇજાગ્રસ્ત જગદિશભાઇનુ પણ સારવારમાં મૃત્યુ થયુ હતુ.જયારે ગોવિંદભાઇને ગંભીર ઇજા સાથે રાજકોટમાં સારવાર અપાઇ રહી છે.આ બનાવની ફરીયાદના આધારે પોલીસે કારના ચાલક સામે અકસ્માત મામલે ગુનો નોંધ્યો છે.જન્માષ્ટમી પર્વના ટાંકણે જ એક પરીવારના પિતા-પુત્રે અકસ્માતમાં જીવ ગુમાવતા પરીવારમાં ઘેરા શોક સાથે નાના એવા ગામમાં પણ ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.

Tags :
deathDhrolDhrol newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement