ધોરાજીના ભાડેર ગામે રાજકોટના પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો
માતાજીના હવનમાં ગયેલા પિતા-પુુત્રને કૌટુંબિક યુવાને છરીના ઘા ઝીંકી દીધા: હુમલાખોરની પત્ની સાથે ફોનમાં વાત કરવા બાબતે થયેલ ઝધડો હત્યાના પ્રયાસનું કારણ
રાજકોટના સહકાર મેઈન રોડ, અવધ મેડીકલ પાછળ રઘુવીર સો.સા. શેરી નં 3માં રહેતા એસ્ટેટ બ્રોકર યુવાન ઉપર ધોરાજીના ભાડેર ગામે તેનાજ કૌટુંબિક ભાઈએ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કયો હતો બચાવવા વચ્ચે પડેલ યુવકના પિતાને પણ ઈજા થઇ હતી.આ મામલે ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હુમલાખોરની પત્ની સાથે યુવકને પ્રેમ સબંધ હોવાની શંકાએ હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ખુલ્યું છે.
બનાવની મળતી વિગતો મુજબ રાજકોટના સહકાર મેઈન રોડ, અવધ મેડીકલ પાછળ રઘુવીર સો.સા. શેરી નં 3માં રહેતા એસ્ટેટ બ્રોકર ઘનશ્યામસિંહ અનુપમસિંહ વાઘેલા તેના પિતા અનુપમસિંહ પુત્ર સ્નેહદિપસિંહ તથા ભાઈ ધર્મેન્દ્રસિંહ બલેનો ગાડી લઈને ભાડેર ગયેલ અને બપોરે આશરે 12/30 વાગ્યે વાઘેશ્વરી માતાના મંદિરે દર્શન કરી રાજપૂત સમાજમાં પ્રસાદ લેવાનો હોય ત્યાં જતા હતા તે વામાં અમારા કુટુંબી ભાઈ રાજકોટ જામનગર રોડ કૃષ્ણનગર માં શિવ મંદિર પાસે રહેતા ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા છરી લઈ આવ્યો અને ઘનશ્યામસિંહને કહે કે તું મારી પત્ની સાથે ફોનમાં કેમ વાતો કરે છે તેમ કહી હાથે અને માથાના ભાગે આડેધડ છરીના ઘા માર્યા હતા બચાવવા પિતા અનુપસિંહ વચ્ચે પડતા તેમને પણ છરીનો ઘા ઝીંકી દીધો હતો.
હવે ભાડેર ગામમાં પગ મૂકીશ તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી ભાગી ગયો હતો.ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. આ મામલે અનુપસિંહ કેશુભા વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે.