સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પોલીસ નેમપ્લેટવાળી કાર ઝાડ સાથે અથડાતાં 2ના મોત
સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર ગખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડાલી રેલ્વે ફાટક પાસે કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજયા હતા. અને અન્ય એક ઈજાગ્રસ્ત થતો હતો. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો છે.
આ ઘટના મળતી માહિતી મુજબ, સાબરકાંઠાનાં વડાલીમાં ખેડ બ્રહ્મા રોડ પર આવેલ રેલ્વે ફાટક પાસે ગઈકાલ રાત્રે કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર ૩ લોકો પૈકી ૨નાં ઘટના સ્થળે જ મોત નીપજયા હતા જયારે અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકો મૂળ બનાસકાંઠાના હોવાનું સામે આવ્યું છે. ગાડીમાં સવાર ત્રણમાંથી એકેય વ્યક્તિ પોલીસ વિભાગમાં નોકરી કરતા નહોતા છતાં ગાડીમાં પોલીસ નેઈમ પ્લેટ હતી. ઝાડ સાથે કાર અથડાવા પાછળનું રહસ્ય પણ અકબંધ છે. બે લોકોના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.