પાટણના સમી-રાધનપુર હાઈવે પર ગોઝારો અકસ્માત: બસ અને રીક્ષા વચ્ચે ટક્કર થતાં 6નાં મોત
સરકારી બસના અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં ગઇકાલે સીટી બસે ચાર લોકોની જીંદગી છીનવી હતી ત્યારે આજે રાધનપુર નજીક એસટીની બસે રિક્ષાને હડફેટે લેતા છ લોકોના મોત નિપજયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનીકો ઉમટી પડયા હતા અને પોલીસ કાફલો દોડી આવીને મૃતદેહો હોસ્પીટલે ખસેડયા હતા. રિક્ષાનો કચ્ચરઘાણ વળી જતા મૃતદેહ એકબીજા સાથે ચોટી ગયા હતા.
સમી-રાધનપુર હાઇવે પર ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે. જેમાં 6 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા. જેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા. બીજી તરફ લાશોને કાઢવા માટે ક્રેઈનને બોલાવવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હિંમતનગરથી માતાના મઢ જતી એસ.ટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. જેથી રિક્ષાનો કચ્ચરઘાણ થયો છે. જ્યારે રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા છે. સમીના ગોચનાદ નજીક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા. જ્યારે બસ રોડ નીચે ઊતરી ગઈ હતી.
આજે રાધનપુર હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો હતો. એસટી અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. એસટીની અડફેટે આવેલી રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો. તેમજ મૃતકોનાં શરીર એકબીજાને ચોંટી ગયાં હતાં. રુવાંટાં ઊભાં કરી દેતાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર લોકોનાં ટોળેટોળાં એકત્ર થયાં છે. તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
સહાય માટે સરકારમાં રજૂઆત: એમએલએ
રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે જણાવ્યું કે, આજે ભયંકર અકસ્માતની ઘટના બની છે. એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વાદી વસાહતના 6 લોકોના મોત થયા છે. 108ને બોલાવવામાં આવી છે. લાશોને બહાર કાઢવા માટે ક્રેઈનને પણ બોલાવવામાં આવી છે. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા. મૃતકોના પરિવારને સહાય અપાવવા માટે હું સરકારને રજૂઆત કરીશ. મૃતકોના પરિવારોને 4-4 લાખ રૂૂપિયા સીએમ ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ. આ તમામ મૃતકો તેમના ઘરે જઈ રહ્યા હતા. આ એક કરૂૂણ ઘટના છે.