મહેસાણાના ખેરાલુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: બસ અને ઇકો વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 લોકોના મોત, 6 ઘાયલ
02:50 PM Jul 22, 2025 IST | Bhumika
Advertisement
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે મહેસાણામાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના સતલાસણા-ખેરાલુ હાઇવે પર સરકારી બસ અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં છે. જ્યારે અન્ય છ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના અંગેની મળતી વિગતો મુજબ મહેસાણા જિલ્લાના સતલાસણા-ખેરાલુ હાઇવે પર આવેલા સંભવનાથ મહાદેવ પાસે આજે બસ અને ઇકો ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિકો અને હાઇવે પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. અને ઇકોમાં ઘાયલ થયેલા લોકોને બહાર કાઢ્યા હતા.અને મળતી માહિતી મુજબ સરકારી બસ અંબાજીથી રાજપીપળા જતી હતી.
Advertisement
Advertisement