ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હિંમતનગર ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર થતાં 1 એન્જિનિયર અને 4 શ્રમિકોના મોત

10:26 AM Nov 26, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

સાબરકાંઠાના હિંમતનગર GIDC નજીક આવેલા ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતા. હાઈવેના ઓવરબ્રિજના સમારકામ દરમિયાન અકસ્માત સર્જાયો. ટ્રક ટ્રેલરે બ્રિજ પર રોડ રોલરને ટક્કર મારી. રોડ રોલર અને ટ્રેલર નીચે કચડાઈ જતાં 4ના મોત થયા

આ અકસ્માતની વિગત એવી છે કે, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યમંત્રી આજે હિંમતનગર-ચિલોડા હાઈવેના નિરીક્ષણ માટે આવવાના હોવાથી, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા આ હાઈવે પરની ક્ષતિઓ દૂર કરવા માટે યુદ્ધના ધોરણે રાત-દિવસ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત GIDC ઓવરબ્રિજ પર પણ કામ ચાલી રહ્યું હતું. ત્યારે આજે વહેલી સવારે કર્મચારીઓ અને એન્જિનિયર રોડ રોલર વડે કામ કરી રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેલર સીધું જ રોડ રોલર સાથે અથડાયું હતું. અને ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો તથા કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર તેની નીચે કચડાઈ ગયા હતા.

આ અકસ્માતને લઈને ઘટનાસ્થળે અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોપહોંચી હતી. ને ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાને લઈને તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

 

 

Tags :
accidentdeathgujaratgujarat newsHIMMATNAGARHIMMATNAGAR news
Advertisement
Next Article
Advertisement